પીસીબી પોલીસે મકરપુરામાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપ્યો

દારૃ વેચનાર આરોપીની શોધખોળ શરૃ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
પીસીબી  પોલીસે મકરપુરામાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપ્યો 1 - image

વડોદરા,મકરપુરામાં ઝાડી ઝાંખરામાં સંતાડેલો વિદેશી દારૃનો જથ્થો પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે દારૃ વેચનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

મકરપુરા ગામ જશોદા કોલોનીમાં રહેતો સુરેશ ઉર્ફે કાંચો ટેકબહાદુર થાપા વિદેશી દારૃનો ધંધો કરે છે. તેણે દારૃનો જથ્થો ચંચળબા નગરની પાછળ આવેલ ડ્રેનેજ નજીક  ઝાડીઓમાં વિદેશી દારૃ સંતાડયો છે. જેથી, પીસીબી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ચંચળબા નગર પાસે આવીને તપાસ કરતા કોઇ મળી આવ્યું નહતું. પરંતુ, ઝાડી ઝાંખરાઓમાં સંતાડેલો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૃની ૧૪૮ બોટલ તથા બિયરના ચાર ટીન મળીને કુલ રૃપિયા ૩૦,૪૦૦ નો શરાબનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે સુરેશ ઉર્ફે કાંચાને વોન્ટેડ જાહેર કર્યો છે.


Google NewsGoogle News