Get The App

વડોદરા: છાણી પોલીસ ઉંઘતી ઝડપાઇ ; પીસીબી પોલીસે તળાવમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો

Updated: Nov 1st, 2021


Google NewsGoogle News
વડોદરા: છાણી પોલીસ ઉંઘતી ઝડપાઇ ;  પીસીબી પોલીસે તળાવમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો 1 - image

વડોદરા,તા.1 નવેમ્બર 2021,સોમવાર  

વડોદરા શહેરના દશરથ ગામે તળાવની અંદર દારૂ-બિયરનો જથ્થો સંતાડી વેચાણ કરતા સાસુ તથા જમાઈને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૂના 10 પાઉચ અને બીયરના 120 ટીન સહિત 28 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક શખ્સના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેર પીસીબી પોલીસની ચોક્કસ માહિતી મળી હતી કે, દશરથ ગામ નજીક આવેલા તળાવ નજીક કમલેશભાઈ માળી તથા તેની સાસુ મંજુલાબેન માળી (બંને રહે- માળી મોહલ્લો ,દશરથ ગામ, વડોદરા )વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ દારૂનો જથ્થો તળાવમાં અલગ-અલગ જગ્યાએ થેલામાં સંતાડ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તપાસ દરમિયાન તળાવમાંથી દારૂના 10 પાઉચ, બીયરના 120 ટીન , મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 3300 મળી કુલ 28,700ની મત્તા કબજે કરી હતી. તેમજ આ દારૂનો જથ્થો રણોલી બ્રિજ પાસે આવેલા માળી મહોલ્લામાં રહેતા રાજેશ માળી પાસેથી વેચાણ અર્થે ખરીદ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે છાણી પોલીસે બંને આરોપીઓની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી.


Google NewsGoogle News