પ્રતાપ નગર વિસ્તારમાં ચાલતા દારૃ - જુગારના અડ્ડા પર પીસીબી પોલીસની રેડ
આરોપી સામે અગાઉ પણ સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયા હોવાછતાંય વાડી પોલીસ નિષ્ક્રિય
વડોદરા પ્રતાપ નગર વિસ્તારમાં દારૃ અને જુગારના એક જ જગ્યાએ ચાલતા અડ્ડા પર પીસીબી પોલીસે રેડ પાડતા વાડી પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. જે આરોપીની ત્યોં રેડ પાડી છે. તે આરોપી ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. તેમછતાંય વાડી પોલીસની રહેમ નજરના કારણે તે બેરોકટોક ધંધો કરતો હતો. તેના કારણે જ વાડી પોલીસ તેની સામે કેસ કરતી નહી હોવાની શંકા સેવાઇ રહી છે. વાડી પોલીસની આવી નિષ્ક્રિયતા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ આખ આંડા હાથ કરી દેવામાં આવ્યા છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,પ્રતાપ નગર રેલવે ગોદી રોડ ત્રિમૂર્તિ એવન્યુમાં રહેતો રોહિત રંજનભાઇ વર્મા પોતાના ફ્લેટની નીચે આંક ફરકનો જુગાર રમાડે છે. તેમજ પોતાના મકાનમાં દારૃ રાખી તેનું વેચાણ પણ કરી રહ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા (૧) રોહિત રંજનભાઇ વર્મા (૨) કેતન રમેશભાઇ ઠાકોર ( રહે. રામ કૃષ્ણ બ્લોક, આર.વી.દેસાઇ રોડ) (૩) સતિષ પૂનમભાઇ સરાણીયા (૪) જીજ્ઞોશ પૂનમભાઇ સરાણીયા (૫) પ્રવિણ અરવિંદભાઇ ચૌહાણ ( ત્રણેય રહે. ગણેશ નગર, ડભોઇ રોડ) (૬) અજીતસિંહ નરપતસિંહ રાઠોડ ( રહે. બાવચાવાડ, પ્રતાપ નગર) (૭) રતિલાલ દેવજીભાઇ બારિયા ( રહે. હરિનગર ઝૂંપડપટ્ટી, સુશેન રોડ, તરસાલી) (૮) ફિરોજ અસલમભાઇ શેખ (રહે. સવાદ ક્વાટર્સ, હરણી રોડ) પકડાઇ ગયા હતા. જ્યારે અજય રંજનભાઇ વર્મા પકડાયો નહતો. પોલીસે ૧.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સતિષ સામે ૧૧ તેમજ રોહિત સામે ૮ ગુનાઓ દાખલ થયા છે.
જ્યારે રોહિત રંજનભાઇ વર્માના ઘરેથી પોલીસને વિદેશી દારૃની ૧૭ બોટલ મળી આવતા પ્રોહિબિશનનો ગુનો અલગથી દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં રંજન નોખેલાલ વર્માને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સિનિયર સિટિઝનને
ફરિયાદ કરવા પોલીસ કમિશનર કચેરી સુધી જવું પડયું હતું
બનાવના દોઢ મહિના પછી વાડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો
વડોદરા,બકરાવાડી માં રહેતા ધીરજલાલ ગોરધનદાસ વાઘેલાની બરાનપુરા શિવાજી બેંક સામે ચેમ્પિયન જેન્ટ્સ ટેલર નામની દુકાન છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત ૨૪મી એપ્રિલે બપોરે શિવાજી બેંકના વોચમેન અજયભાઈએ મને ગાળો બોલી મારી દુકાનમાં ઘુસી આવી મને હાથમાં પહેરેલું કડંુ માથામાં મારતા મને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ અજયે મારૃં ગળું પકડી લીધું હતું. તેમજ દુકાનનું ફનચર તેમજ ફોટાઓ પણ તોડી નાખ્યા હતા. ઉશ્કેરાયેલા અજયે સિલાઈ મશીનને પણ ધક્કો મારી નુકસાન કર્યુ હતું.આ કેસમાં વાડી પોલીસે ગુનો દાખલ નહીં કરતા સિનિયર સિટિઝનને પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવા જવુંપડયું હતું. ત્યારબાદ વાડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સિનિયર સિટિઝને જણાવ્યું હતું કે, પોલીસે આરોપીને ૨૪ કલાક સુધી પણ લોકઅપમાં રાખ્યો નહતો.