સયાજી હોસ્પિટલમાં લિફ્ટ ખોટકાતા દર્દી અને સગાઓ ફસાયા

૧૫ મિનિટ સુધી રાહ જોયા પછી જાતે દરવાજો તોડીને બહાર નીકળ્યા

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલમાં લિફ્ટ ખોટકાતા દર્દી અને સગાઓ ફસાયા 1 - image

વડોદરા,સયાજી હોસ્પિટલમાં આજે બપોરે દર્દી અને તેના સગાઓ લિફ્ટમાં બેસીને જતા હતા. તે દરમિયાન લિફ્ટ ખોટકાઇ જતા ૧૫ મિનિટ સુધી દર્દીઓ અને સગાઓ ફસાઇ ગયા હતા. છેવટે જાતે દરવાજો તોડી નાંખીને ફસાયેલા લોકો બહાર નીકળ્યા હતા. 

મંગળવારની મોડી રાતે સયાજી હોસ્પિટલમાં દર્દીના સગાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. હુમલાખોરોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. ત્યારબાદ બીજે દિવસે પિડિયાટ્રિક વિભાગમાં સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થયો હતો. સતત વિવાદમાં રહેતી સયાજી હોસ્પિટલમાં આજે બપોરે ફરીથી એક ઘટના બની હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ઉપરના માળે લઇ  જવા માટે લિફ્ટની સુવિધા છે. પરંતુ, મેન્ટેનન્સના અભાવે છેલ્લા કેટલાક સમયથી લિફ્ટ બંધ હાલતમાં છે. જેથી, દર્દીઓ અને સગાઓ હાલમાં હોસ્પિટલના સ્ટાફ માટે મૂકવામાં આવેલી લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આજે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પરથી દર્દી અને તેના સગાઓ ઉપરના માળે જઇ રહ્યા હતા. તે દરમિયાન અધવચ્ચે લિફ્ટ બંધ થઇ ગઇ હતી. જેના કારણે લિફ્ટમાં સાતથી આઠ લોકો ફસાયા હતા. લિફ્ટમાં ફસાયેલા લોકોએ બહાર આવવા માટે બૂમો  પાડી હતી. સિક્યુરિટી જવાન લિફ્ટની ચાવી લેવા ગયા છે. તેવું કહીને ત્યાં હાજર સ્ટાફ છટકી ગયો હતો. અંદાજે ૧૫ મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલા છ  લોકોે છેવટે જાતે જ દરવાજો તોડીને બહાર આવ્યા હતા.


Google NewsGoogle News