Get The App

દુકાનમાં બીડી લેવા ગયેલા ડ્રાઇવરની રિક્ષા લઈને મુસાફર ફરાર

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
દુકાનમાં બીડી લેવા ગયેલા ડ્રાઇવરની રિક્ષા લઈને મુસાફર ફરાર 1 - image


Vadodara Crime : વડોદરામાં આજવા રોડ પર ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતા હિંમતભાઈ મોતીભાઈ સોલંકી રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત આઠમી તારીખે હું ઘરેથી રિક્ષા લઈને નીકળ્યો હતો. સાંજે 6:00 વાગે બાપા સીતારામ નગરની બાજુમાં રોડ પરથી પસાર થતો હતો તે સમયે એક વ્યક્તિએ મારી રીક્ષા ઉભી રાખી મને કહ્યું કે મારે ગજાદરા ગામ જવું છે. જેથી મેં તેને મારી રિક્ષામાં બેસાડી ગજાદરા ગામ લઈ ગયો હતો.

ગજાદરા ગામમાં એક ઘરમાં ગયા પછી થોડીવારે તેણે કહ્યું કે હવે મને કહ્યું કે વાઘોડિયા ખાતે રીક્ષામાં લઇ જાવ જેથી અમે વાઘોડિયા ગયા હતા. ત્યાં તેમણે દુકાનમાં દાઢી કરાવી કહ્યું કે હવે વડોદરા ચાલો એટલે અમે વડોદરા પરત આવ્યા હતા. બાપાસીતારામ નગર પાસે રીક્ષા ઉભી રાખી હું દુકાનમાં બીડી લેવા માટે ગયો હતો તે દરમિયાન મુસાફરના સ્વાંગમાં બેઠેલો આરોપી મારી રીક્ષા લઈને જતો રહ્યો હતો. હું અને મારો દીકરો ગજાદરા ગામે તપાસ કરવા ગયા ત્યારે અમને ખબર પડી કે આરોપીનું નામ રાજુભાઈ શંકરભાઈ પરમાર રહેવાસી સુખડીપુરા કોટાલી છે.


Google NewsGoogle News