ઉંચા વળતરની લાલચ આપી મહિલાઓ અને વૃધ્ધોના 6.70 કરોડ પડાવનાર પેઢીનો પાર્ટનર પકડાયો
વડોદરાઃ મહિલાઓ અને સિનિયર સિટિઝનોને ઉંચા વળતરની લાલચ આપી પાકતી મુદતે નાણાં પરત નહિં કરી ઉઠમણું કરનાર સૂથ કોમર્સ ના એક સંચાલકને પોલીસે ચેન્નાઇ ખાતેથી ઝડપી પાડયો છે.
બાપોદ જકાતનાકા વિસ્તારના રામદેવનગર ખાતે સૂથ ફાઇનાન્સના સંચાકોએ મહિલાઓ અને સિનિયર સિટિઝનોને ઉંચા વ્યાજનું વળતર આપવાના નામે રોકાણ કરવ્યુ હતું અને પાકતી મુદતે રૃપિયા પરત નહિં કરી પેઢીને તાળું મારી ત્રણ સંચાલકો ઉચાળા ભરી ગયા હતા.
બનાવ અંગે પોલીસે પ્રવિણચંદ્ર હરિલાલ શાહ(મહાવીર પાર્ક,કલાદર્શન, વાઘોડિયા રોડ),નટરાજન પૌડસ્વામી મુદ્લિયાર (રામદેવ નગર,બાપોદ જકાતનાકા) અને સુબેદારસિંગ સામે ગુનો નોંધી તપાસ કરી હતી.
ત્રણ આરોપી પૈકી નટરાજન મુદલિયાર ચેન્નાઇ નજીક આવેલા સાલામેડુ ગામે તેના વતનમાં હોવાની વિગતો મળતાં ઇકો સેલના લેડી પીઆઇ એચ ડી તુવરે ટીમ મોકલી હતી.પોલીસે વોચ રાખ્યા બાદ નટરાજનને દબોચી લીધો હતો.તેમણે આરોપીને કોર્ટમાં રજૂ કરી તા.૭મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.