1 ટકાના ભાગીદારે અલગ કંપની બનાવી ગ્રાહકો પાસે રૃ.1.33 કરોડ ટ્રાન્સફર કરી લીધા
વડોદરાઃ અલકાપુરી વિસ્તારની ક્લિનિકલ રીસર્ચ તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કંપનીના ભાગીદારે અલગ કંપની ઉભી કરી રૃ.૧.૩૩ કરોડ ઉપરાંતની રકમ ઉઘરાવી લીધી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
રાજમહેલ રોડ પર મોતીબાગ નજીક આકાશગંગામાં રહેતા અને અલકાપુરીમાં યુપ્રેક્ષિયા સેન્ટર ફોર ક્લિનિકલ એક્સિલન્સ નામની કંપનીના ડિરેક્ટર પ્રસાંત કિરકિરે પોલીસને કહ્યું છે કે,અમે ચાર ભાગીદારો છીએ.જેમાં અતોનુ મુકુલચંદ્ર દત્તા(દર્શનમ ક્લબ લાફઇ,પંચવટી કેનાલપાસે,ગોરવા)૧ ટકાના ભાગીદાર હતા.તેઓ ગ્રાહકો સાથે સંપર્ક રાખતા હતા.
ગઇ તા.૨૮-૨-૨૩ના રોજ અતોનુ દત્તાએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ હિના ઠક્કર સહિત બીજા ૧૬ જણાએ રાજીનામા આપ્યા હતા.અતોનુ દત્તાએ બીજી બે કંપની ઉભી કરી હતી અને અમારા ગ્રાહકોનો સંપર્ક કરી તેઓ પોતે જ અમારી કંપનીના માલિક છે તેમ દર્શાવી રૃ.૧.૩૩ કરોડ ઉઘરાવી ટ્રાન્સફર કરી લીધા હતા.જેથી અકોટા પોલીસે અતોનુ દત્તા અને હિના ઘનશ્યામ ઠક્કર(માધવનગર સોસાયટી,ઓપી રોડ) સામે ગુનો નોંધ્યો છે.