દાંડિયા બજારની ગર્વમેન્ટ ટેકનિકલ હાઇસ્કૂલની ઇમારતનો ભાગ ધરાશાયી

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
દાંડિયા બજારની ગર્વમેન્ટ ટેકનિકલ હાઇસ્કૂલની ઇમારતનો ભાગ ધરાશાયી 1 - image

 વડોદરાઃ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી ગર્વેમેન્ટ ટેકનિકલ હાઇસ્કૂલની બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં વિદ્યાર્થીઓની જાનહાનિ થતાં રહી ગઇ હતી.

દાંડિયા બજાર વિસ્તારમાં અરવિંદ આશ્રમ નજીક આવેલી ગર્વમેન્ટ ટેકનિકલ સ્કૂલની ઇમારત જર્જરિત બની હતી અને ગમે ત્યારે તૂટી પડે તેમ હતી.

આજે સવારે ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં સ્ટાફના માણસો દોડી આવ્યા હતા અને ઉપરી અધિકારીઓની સૂચના મુજબ બિલ્ડિંગ ઉતારી લેવા તજવીજ કરી હતી. સ્કૂલ બંધ હોવાને કારણે કોઇ જાનહાનિ થઇ નહતી.


Google NewsGoogle News