પરણિતાને પિયરમાં મોકલી પતિ અને સસરા ઓસ્ટ્રેલિયા જતા રહ્યા

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
પરણિતાને પિયરમાં મોકલી પતિ અને સસરા ઓસ્ટ્રેલિયા જતા રહ્યા 1 - image


- લગ્નના થોડા સમય બાદ જ પણ મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું

વડોદરા,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

ગોરવા વિસ્તારમાં રહેતી યુવતી એ પંજાબ ખાતે રહેતા યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ પતી સહિત સાસરીયાએ નાની નાની બાબતે ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ત્યારબાદ પણ એ તારે પિયરમાં મોકલી પતી સહિત સાસુ સસરા ઓસ્ટ્રેલિયા જતા રહ્યા હતા. ત્યાંથી અરિણીતાને બદનામ કરવાની ધમકી આપતા તેણે પતિ અને સાસુ સસરા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના એલેમ્બિક રોડ ઉન્નનાથ ફ્લેટમાં રહેતા આશિમા હિમાંશુ શેઠ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે હું શૈલી એંજીનીયરીંગ સાવલી વડોદરા ખાતે નોકરી કરૂ છુ. લગ્ન વર્ષ 2022 માં સુધીયાણા પંજાબ ખાતે રહેતા હિમાંશુ મેશભાઇ શેઠ સાથે મેં વડોદરામાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ  લુધીયાણા ખાતે સમાજના રીતરીવાજ મુજબ લગ્ન થયા હતા.લગ્ન બાદ  મારા પતી સાથે લુધીયાણા ખાતે સ્થાયી થયા હતા. મારા પતી ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન શહેર ખાતે નોકરી કરતા હોય લગ્ન કરવા માટે તેઓ લુધીયાણા ખાતે આવેલ હતા અને લગ્ન બાદ મેલબોર્ન ખાતે લઇ જવાની વાત કરી હતી પરંતુ લગ્નના થોડા દિવસ બાદ મારા પતી તથા મારી સાસુ અર્ચના શેઠ તથા મારા સસરા રમેશ શેઠ મારી સાથે ઘરની નાની બાબતોમાં બોલાચાલી ઝધડો કરતાં હતા અને  સાસુ તથા પતી વાતવાતમાં મેણા મારતા હતા અને ખોટી રીતે બદનામ કરવાની ધમકી આપતા હતા. રોજે રોજ મારી સાથે તકરાર કરી અર્મોને માનસીક ત્રાસ આપતા હતા. જેથી મેં માતા પિતાને આ બાબતે જાણ કર હતી. લગ્નના એક વર્ષ વિતી ગયેલ હોવા છતા પણ  પતી હિમાંશુ શેઠએ મને મેલબોર્ન ખાતે જવાના વિઝા કઢાવ્યા ન હતા. મને કહ્યું હતું કે તારે ફોન ઉપર દસ વાગ્યા પછી કોઇપણ સાથે વાત કરવી નહી. જેથી માર્ચ 2023 મા મારા પિતાજી રજનીભાઇ બક્ષીનાઓને મારા સાસરીયાઓને સમજાવવા માટે બોલાવેલ હતા. મારા પિતાએ મારા સાસરી પક્ષનાઓને સમજાવ્યા હતા તેમ છતા મારા સાસરીવાળા માનતા નહીં અને મારી હેરાનગતિ કરવાનુ ચાલુ રાખ્યું હતું  જેથી માર્ચ ૨૦૨૩માં મારા માતા-પિતા મારી સાસરીમા આવી મને થોડા સમય માટે વડોદરા ખાતે લઇ આવ્યા હતા. ત્યારબાદ મારા પતી સાથે મારા સાસુ-સસરા પણ અમોને જાણ કર્યા વગર મેલબોર્ન શહેર ખાતે જતા રહ્યા હતા અને ત્યાથી પણ મને  ફોન કરી અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપે છે અને મને પરત સાસરીમા લઇ જવાની ના પાડે છે. મારા માતા પિતાએ લગ્નમાં સોનાના દાગીના મારી સાસરીમા છે અને તેઓ કહે છે કે જ્યારે હું તેમની મરજી મુજબ છુટાછેટા લઇસ ત્યારે જ મને મારા આ દાગીના પરત આપશે.



Google NewsGoogle News