રથયાત્રાના રૃટ પર વાહનો પાર્ક કરવા માટે મનાઇ

રૃટ તરફ આવતા તમામ રસ્તા પર વાહનો માટે નો એન્ટ્રી

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
રથયાત્રાના રૃટ પર  વાહનો પાર્ક કરવા માટે મનાઇ 1 - image

વડોદરા,આગામી રવિવારે શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે ટ્રાફિકમાં સરળતા રહે તે માટે શહેર  પોલીસ કમિશનર દ્વારા નો એન્ટ્રી અને નો પાર્કિંગ અંગેનું જાહેરનામુ  પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આગામી અષાઢી બીજના રોજ રવિવારે શહેરના રેલવે સ્ટેશનથી રથયાત્રા નીકળી કાલાઘોડા સર્કલ, આરાધના સિનેમા, જ્યુબિલી બાગ, લાલકોર્ટ, ફાયરબ્રિગેડ દાંડિયાબજાર, માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, મદનઝાંપા રોડ, પથ્થર ગેટ, આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ, કેવડાબાગ થઇ બગીખાના ત્રણ રસ્તા પાસે આવીને પૂર્ણ થનાર છે.  રથયાત્રાના રૃટ પર બંને તરફ તમામ વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

જ્યારે રથયાત્રાના રૃટ પરના તમામ માર્ગો તરફ આવતા રસ્તાઓ  પર નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ પસંદ કરવા જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News