Get The App

IIT ,JEE,NEET ના કોચિંગ ક્લાસમાં ધસી આવેલા વાલીએ મેનેજર અને સ્ટાફ સાથે હાથાપાઇ કરી

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
IIT ,JEE,NEET ના કોચિંગ ક્લાસમાં ધસી આવેલા વાલીએ મેનેજર અને સ્ટાફ સાથે  હાથાપાઇ કરી 1 - image

વડોદરાઃ વાઘોડિયા ચોકડી નજીક આવેલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટમાં ગઇકાલે એક વિદ્યાર્થીનું ઉપરાણું લઇ આવી ગયેલા વાલીએ ગાળાગાળી કરી મેનેજર સહિતના સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી.

વાઘોડિયારોડ બાયપાસ નજીક આવેલા અને આઇઆઇટી,જેઇઇ અને નીટ જેવી તૈયારી કરાવતા આકાશ એજ્યુકેશન સર્વિસિસ લિ.ના મેનેજર વિજયઆનંદે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,ગઇકાલે બપોરે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસરૃમમાં જવા ના મુદ્દે ઝઘડતા હોવાથી અમારા સ્ટાફે તેમને સમજાવ્યા હતા.

જે દરમિયાન એક વિદ્યાર્થીએ તેના વાલીને બોલાવતાં માતા-પિતા આવી ગયા હતા.પિતાએ મારી તેમજ સ્ટાફ સાથે ઉધ્ધત વર્તાવ કર્યો હતો.તેમણે ગાળો ભાંડી હતી અને કમર પટ્ટો કાઢી ઓફિસ બોયને લાફો માર્યો હતો.જે દરમિયાન મને પટ્ટો વાગ્યો હતો.સ્ટાફ સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી.જેથી હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News