યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં આજથી પરામર્શ ફિએસ્ટા

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં આજથી પરામર્શ ફિએસ્ટા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પરામર્શ ફિએસ્ટાનો આવતીકાલ, ૩૦ સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.૩ દિવસના ફિએસ્ટામાં ગુજરાતની અને અન્ય રાજ્યોની ૨૦૦ કોલેજોના ૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ ભાગ લશે.

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે પરામર્શ ફિએસ્ટામાં દર વર્ષે નોન ટેકનિકલ ઈવેન્ટસનુ આયોજન થતુ હોય છે.આ તમામ ઈવેન્ટસ વિદ્યાર્થીની વક્તૃત્વ, ટીમ ભાવના, સર્જનાત્મકતા, નેતૃત્વ જેવા ગુણોને ખીલવવા પર ભાર મુકે છે.

સાથે સાથે ૧ ઓક્ટોબરે ભારત સરકારની સંસ્થા ડીઆરડીઓ(ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પૂર્વ અધ્યક્ષ તેમજ સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાાનિક સલાહકાર ડો.જી સતિષ રેડ્ડીનુ વિદ્યાર્થીઓ માટે લેક્ચર યોજાશે.આઉટ ઓફ બોક્સ સ્પોર્ટસ એક્ટિવિટી માટે અક્સ્ટ્રાવેગન્ઝા નામની એક ઈવેન્ટનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.

સ્મોકલ નામની ઈવેન્ટ પણ યોજાશે.જેમાં વિદ્યાર્થીઓની પોતાની કલાને દર્શાવવાની તક મળશે.જ્યારે પ્રોનાઈટ ફેસ્ટ નામની મ્યુઝિકલ કોન્સર્ટમાં ડીજે રેવેટોર પરફોર્મન્સ આપશે.



Google NewsGoogle News