Get The App

વાડી વિસ્તારના તળાવ ના પાળા પાસે જ ભૂવા પડ્યા,તળાવ ફાટવાની દહેશતથી લોકોમાં ગભરાટ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
વાડી વિસ્તારના તળાવ ના પાળા પાસે જ ભૂવા પડ્યા,તળાવ ફાટવાની દહેશતથી લોકોમાં ગભરાટ 1 - image

વડોદરાઃ શહેરના વાડી વિસ્તારમાં આવેલા તળાવની પાળ પાસે જ ત્રણ મોટા ભુવા પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે.નવાઇની વાત એ છે કે,સમગ્ર વિસ્તારના નાગરિકો ભુવા જોઇ રહ્યા છે.પરંતુ તંત્રને હજી સુધી ભુવામાં પુરાણ કરવાની પડી નથી.

વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવની ફરતે વોલ  બનાવવામાં આવી છે. આ તળાવની ૨૫ ફૂટ દૂર જ રહેણાંક વિસ્તાર આવેલો છે.જ્યારે,તળાવની વચ્ચે હનુમાનજીની વિશાળ મૂર્તિ પણ મુકવામાં આવી છે.

તાજેતરમાં આવેલા પુરને કારણે તળાવ છલકાઇ જાય તેવી સ્થિતિ છે અને આવા સમયે જ તળાવના રહેણાંક વિસ્તાર તરફના ભાગે મધુકુંજ સોસાયટીના નાકે ત્રણ મોટા ભુવા પડી ગયા છે.આ પૈકી બે ભુવા તો ચારેક ફૂટ જેટલા ઉંડા છે.જ્યારે ત્રીજો ભુવો થોડો નાનો છે.

હાલપુરતું આ ભુવાની આસપાસ રેલિંગ મુકી દેવામાં આવી છે.પરંતુ ભુવા ગમે તે ઘડીએ જોખમી બને તેવી દહેશત સેવાઇ રહી છે.જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.


Google NewsGoogle News