નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં આગ લાગતાં નાસભાગ મચી
વડોદરાઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા હોવાથી ફાયર બ્રિગેડ માટે જુદાજુદા વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશનો ઉભા કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
બે દિવસ પહેલાં નવાયાર્ડ મધુનગર વિસ્તારમાં બંધ પડેલી અપાર કંપનીના ગોડાઉનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે 10 થી 12 કલાકે આગ કાબૂમાં લીધી હતી.આ બનાવમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.
દરમિયાનમાં આજે બપોરે નંદેસરી વિસ્તારમાં આવેલી ડામર બનાવતી એનટીપી તાર કંપનીમાં કોઇ કારણસર આગ લાગતાં ધુમાડાના ગોટા છવાયા હતા અને નાસભાગ મચી હતી. બનાવને પગલે નંદેસરી ફાયર બ્રિગેડની ટીમોએ એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ આ બનાવમાં કોઇ જાનહાનિ નહિં થતાં ફાયર બ્રિગેડની ટીમે રાહત અનુભવી હતી.