Get The App

રૃપાલના પ્રસિદ્ધ વરદાયિની મંદિરે 23મીએ પલ્લી મેળો

Updated: Oct 11th, 2023

GS TEAM


Google News
Google News
રૃપાલના પ્રસિદ્ધ વરદાયિની મંદિરે 23મીએ પલ્લી મેળો 1 - image


ગામની શેરીમાં ચોખ્ખા ઘીની નદીઓ વહે છે તે

પરપરાગતરીતે નિકળતી માતાની પલ્લી લાખ્ખો ભક્તો ઉમટશેઃસ્થાનિક અને જિલ્લા તંત્ર તૈયારીમાં વ્યસ્ત

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિક સમા રૃપાલ વરદાયિની માતા મંદિરે દર વર્ષે નવરાત્રિના નોમની મધરાત બાદ પલ્લી નિકાળવામાં આવે છે. આ વખતે નવમા નોરતે એટલે કે,તા.૨૩મી ઓક્ટોબરે રૃપાલ ગામમાં પલ્લી કાઢવામાં આવનાર છે. કોમીએકતાના સંદેશા સાથે અને પરંપરાતરીતે રૃપાલના પલ્લીમેળામાં લાખ્ખો ભક્તો ઉમટવશે જેને પગલે મંદિર પ્રસાશનથી લઇને ગામના આગેવાનો તથા જિલ્લા તંત્ર પણ તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. 

શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા રૃપાલ વરદાયિની માતાજી મંદિરે દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો ભરાય છે અને આસ્થાની સાથે કોમી એકતાના પ્રતિકસમા રૃપાલનો આ પલ્લી મેળો આ વખતે તા.૨૩, ઓક્ટોબરના રોજ યોજાશે. તા.૨૩ ઓકટોબરને  સોમવારે નિકળનારી પલ્લીમાં લાખ્ખોની સંખ્યામાં ભક્તો ઉમટશે.પલ્લી માટેની તૈયારીઓ બે મહિના પહેલાથી જ શરુ કરી દેવામાં આવી છે.

દર વર્ષની જેમ સઘળી કામગીરી ગ્રામજનોએ સંભાળી દીધી છે. ત્યારે આ વખતે પલ્લીના મેળામાં આઠ લાખથી વધુ માઈ ભક્તો ઉમટશે તેવો અંદાજ લાગવવામાં આવ્યો છે તેમજ ગામના વિવિધ ચોક અને ચોરામાં ઘી રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો આ ધાર્મિક કાર્યક્રમમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે.એટલુ જ નહીં, મંદિરમાં તેમજ માર્ગ પર સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે. જેનાથી મોટી સ્ક્રીન પર ભક્તો પલ્લીના દર્શન કરી શકે.હાલ મંદિર પ્રસાશનથી લઇને ગામના આગેવાનો અને ગ્રામજનોની સાથે જિલ્લા તંત્ર પણ પલ્લીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. રાત્રે તેમજ પરોઢે ગામમાં પહોંચે તે રીતે એસટી બસો દોડાવવા માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

Tags :