જિલ્લામાં ડાંગરનું ૧૧,૩૬૬ અને દિવેલાનું વાવેતર ૧૩,૦૩૯ હેક્ટરને પાર પહોંચી ગયું
ખરીફ પાકના વાવેતરમાં ખેડૂતોએ ઝડપ વધારી
દહેગામમાં ૮૯ ટકા, કલોલમાં ૮૭ ટકા, માણસામાં ૮૪ ટકા અને ગાંધીનગર તાલુકામાં ૮૧ ટકા ઉપરાંત વિસ્તારમાં વાવણી સંપન્ન
ડાંગરના વાવેતરની ૧૨૯૮૧ હેક્ટરની સરેરાશ સામે ૧૧૩૬૬
હેક્ટરમાં જ્યારે બાજરી ૧૫૯૮ હેક્ટરની સામે ૮૦૦ હેક્ટરમાં, જુવાર ૫ હેક્ટરની
સામે શુન્ય, મકાઇ ૯
હેક્ટરની સામે શુન્ય, તુવેર ૧૦
હેક્ટરની સામે ૪૭ હેક્ટરમાં,
મગ ૧૬૪૪ હેક્ટરની સામે ૬૯૪ હેક્ટરમાં,
મઠ ૩૧૦ હેક્ટરની સામે ૪૧૮ હેક્ટરમાં,
અડદ ૯૩૭ હેક્ટરની સામે ૫૫૧ હેક્ટરમાં,
અન્ય કઠોળ ૧ હેક્ટરની સામે ૬ હેક્ટરમાં,
મગફળી ૧૨૬૦૩ હેક્ટરની સામે ૧૫૮૭૬ હેક્ટરમાં, તલ ૩૯૨ હેક્ટરની સામે ૨૧૭ હેક્ટરમાં દિવેલા ૨૦૭૨૮ હેક્ટરની
સામે ૧૩૦૩૯ હેક્ટરમાં, સોયાબિન
૧૧૮ હેક્ટરની સામે ૪૯ હેક્ટરમાં,
કપાસ ૧૯૫૦૦ હેક્ટરની સામે ૧૯૨૨૦ હેક્ટરમાં, ગુવાર ૪૧૦૩ હેક્ટરની સામે ૩૪૯૪ હેક્ટરમાં, શાકભાજી ૧૪૨૪૩
હેક્ટરની સામે ૧૨૮૬૦ હેક્ટરમાં અને ઘાસચારો ૩૭૯૦૬ હેક્ટરની સરેરાસની સામે ૩૦૦૭૮
હેક્ટર વિસ્તારમાં વાવવામાં આવ્યો છે.
ગત વર્ષે આ સમયગાળામાં વાવેતર ૯૨ ટકાએ પહોંચી ગયુ હતું
ખેડૂતોએ વાવેતરમાં ઝડપ કરતાં ૧૨૭૦૮૬ હેક્ટરની છેલ્લા ત્રણ
વર્ષની સરેરાશ સામે ૧૦૮૮૮૯ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરી દેવાયું છે.
તેમાં દહેગામ તાલુકામાં ૩૬૨૬૧ હેક્ટર,
ગાંધીનગર તાલુકામાં ૨૬૨૦૩ હેક્ટર,
માણસા તાલુકામાં ૨૩૧૩૬ હેક્ટર અને કલોલ તાલુકામાં ૨૩૨૮૯ હેક્ટર વિસ્તારનો
સમાવેશ છે. પરંતુ ગત વર્ષે તારીખ ૧૮મી ઓગસ્ટ સુધીમાં જિલ્લાનું વાવેતર ૯૨ ટકાએ
પહોચી ગયુ હતું. જે આ વર્ષે ૧૬મી ઓગસ્ટ સુધીમાં ૮૬ ટકાએ પહોંચ્યુ છે.