રોજમદાર, કેજ્યુઅલ કામદારોને તા.7ના રોજ મતદાન માટે રજા નહીં આપનાર માલિકને દંડ અને શિક્ષા થશે
image : Twitter
Loksabha Election 2024 : લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત રોજમદાર/કેજ્યુઅલ કામદારોને મતદાન કરવા માટે જો રજા આપવામાં ન આવે તો તેઓ કન્ટ્રોલ રૂમ ખાતે કાર્યરત ટેલીફોન નં.0265-2433666 અથવા વોટર હેલ્પલાઈન નં.1950 ઉપર ફરિયાદ કરી શકશે. રાજ્યના શ્રમ-આયુક્તની કચેરીમાંથી મળેલ સૂચના અન્વયે, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા તા.07/05/2024,મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ) એકટ-2019 હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાનના દિવસે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. જોગવાઈ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. જો કોઈ માલિક જોગવાઈ વિરુધ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે.