વડોદરામાં સિનિયર સિટીઝનોની ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં સિનિયર સિટીઝનોની ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 1 - image


- તારીખ 4 અને 5 ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદની ટીમો પણ રમશે

વડોદરા,તા.2 જાન્યુઆરી 2024,મંગળવાર 

વડોદરામાં સિનિયર સિટીઝન ક્રિકેટ ગ્રુપ કારેલીબાગ દ્વારા તારીખ 4 અને 5 ના રોજ અણખોલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને કારેલીબાગ વડોદરાની ત્રણ ટીમો મળી કુલ છ ટીમો ભાગ લેનાર છે.  આ ટુર્નામેન્ટમાં 60 થી 82 વર્ષની ઉંમરના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એ પછી તારીખ 16 અને 17 ના રોજ વડોદરામાં માંજલપુર ખાતે પણ સિનિયર સિટીઝનની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. આ મેચ 10 ઓવરની હોય છે. અને ફાઇનલ મેચ 12 ઓવરની રમાય છે. સિનિયર સિટીઝન ક્રિકેટરના કહેવા મુજબ અમે આખું વર્ષ ક્રિકેટ રમતા હોઈએ છીએ. ગયા વખતે સુરેન્દ્રનગરમાં સિનિયર સિટીઝનની ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ હતી તેમાં ગુજરાત બહારની ટીમોએ પણ ભાગ લીધો હતો. માંજલપુરમાં જે ટુર્નામેન્ટ થવાની છે તેમાં વધુ ટીમો ભાગ લેવાની છે. પ્રથમ દિવસે 6 મેચ અને બીજે દિવસ સેમિફાઇનલ અને બાદમાં ફાઇનલ રમાશે. આ ટુર્નામેન્ટમાં સિનિયર સિટીઝનો હોવા છતાં પણ એક ઓવર દીઠ 10 થી 12 રનની એવરેજથી મેચ રમતા હોય છે.


Google NewsGoogle News