Get The App

સ્ટેટ મોનિટરિંગ સેલમાં લેવાયેલા ત્રણ PI ના હુકમ 24 કલાકમાં જ રદ

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
સ્ટેટ મોનિટરિંગ સેલમાં લેવાયેલા ત્રણ PI ના હુકમ 24 કલાકમાં જ રદ 1 - image

વડોદરાઃ સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરાયેલા ચાર  પીઆઇ પૈકી ત્રણ પીઆઇની બદલીના હુકમ ૨૪ કલાકમાં જ રદ કરવામાં આવતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ,તા.૧૩મીએ રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.જેમાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એમ વ્યાસ,  બનાસકાંઠાના પીઆઇ જી આર રબારી અને પીઆઇ એસ એમ પટણી તેમજ સીઆઇડી ક્રાઇમના પીઆઇ એ વાય બલોચનો સમાવેશ થતો હતો.

પરંતુ ચાર પૈકીના જી આર રબારી સિવાયના ત્રણ પીઆઇની બદલીનો હુકમ એક જ દિવસમાં રદ કરવામાં આવ્યો છે.જેની પાછળ સ્થાનિક ઉચ્ચ અધિકારી દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને રજૂઆત કરવામાં આવ્યા બાદ નિર્ણય બદલાયો હોવાનું મનાય છે. 



Google NewsGoogle News