નવા વર્ષની શરૃઆતમાં ૧૯૩ પોલીસ જવાનોની બદલીના ઓર્ડર

વાડીના એક હેડ કોન્સ્ટેબલની ત્રીજી વખત હેડ ક્વાર્ટર ખાતે બદલી

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
નવા વર્ષની શરૃઆતમાં ૧૯૩ પોલીસ જવાનોની બદલીના ઓર્ડર 1 - image

વડોદરા,નવા વર્ષમાં પોલીસ કમિશનર દ્વારા શહેર  પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૧૯૩ પોલીસ કોન્સ્ટેબલની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રાન્સફરમાં માત્ર બે કોન્સ્ટેબલની હેડ ક્વાર્ટર બદલી કરવામાં આવી છે. તે બંને પોલીસ જવાનો વાડી પોલીસ સ્ટેશનના છે. 

શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની બદલી કરવામાં આવી છે. હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ૪૧  અને ટ્રાફિક શાખામાંથી ૬૧ પોલીસ જવાનોની બદલી કરવામાં આવી છે.  ટ્રાફિક શાખામાંથી અન્ય પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયેલા ચાર પોલીસ જવાનોની બદલી કેન્સલ કરવામાં આવી છે. જ્યારે ૧૯૩ પૈકી માત્ર બે કોન્સ્ટેબલની હેડ ક્વાર્ટર ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. આ બંને પોલીસ   જવાનો  વાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેમાં હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ  અને એ.એસ. આઇ. રાકેશભાઇનો સમાવેશ થાય  છે. ઉલ્લેખનીય છે કે, હે.કો.હરપાલસિંહની ત્રીજી વખત હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી   હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાના સ્થાને છે. ટ્રાફિક શાખામાંથી ૬૧ ની બદલી કરવામાં આવી છે. જ્યારે ૪૨ પોલીસ જવાનોને  ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઇ. અજયભાઇ આબાસાહેબની કંટ્રોલ  રૃમ ખાતે બદલી કરવામાં આવી છે.


Google NewsGoogle News