કલોલ, દહેગામ અને માણસામાં પણ ગેમ ઝોન સંબંધેની તપાસ કરવા હુકમ
નગરપાલિકા કક્ષાએથી કમિટી બનાવીને
ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ફાયર બ્રિગેડ, બાંધકામ, વીજ તંત્ર, મહેસૂલ, પોલીસ અને મિકેનીકલ અધિકારીઓની ટીમને દોડાવાશે
વિવિધ સરકારી તંત્રની કામગીરી પર સવામણનો સવાલ ઉભો કરી
દેનારા અગનકાંડના કારણે રાબેતા મુજબ જ આ સંબંધે રાજ્ય વ્યાપી તપાસના આદેશ કરી
દેવાયા છે. તેમાં તમામ નગરપાલિકા વિસ્તારમાં પણ તપાસ શરૃ કરવામાં આવી છે. તારીખ
૨૬મીએ જ આ મુદ્દે પ્રાદેશિક કમિશનરની કચેરી,
નગરપાલિકાના ગાંધીનગર ઝોનમાં પણ તપાસ કરવા હુકમ કરાયો છે. તેમાં ગાંધીનગર
જિલ્લામાં આવતી કલોલ, દહેગામ
અને માણસા નગરપાલિકાનો સમાવેશ છે. પાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ટીમ બનાવીને
તપાસ કરવા જણાવાયું છે.
ફાયર ઓફિસર અને સિવિલ ઇજનેરે ઝોનમાં ક્ષેત્રફળ મુજબ માણસોની
મહત્તમ વહન ક્ષમતા જાહેરમાં પ્રદશત કરાયાની તથા આપાતકાલીન માર્ગ અને ફાયર સેફ્ટીની
તપાસ કરવાની રહેશે. વીજ તંત્રે ઉપકરણો અનુસાર પાવર લોડ, વાયરોની
ઇન્ટેગ્રીટી અને ઇન્સોટલેશન તપાસવાના રહેશે. મીકેનીકલ તંત્રે સાધનોની યોગ્યતા અને
કાર્યદક્ષતા તપાસવાની છે. પાલિકાના ઇજનેરે જે બિલ્ડીંગમાં ગેમિંગ ઝોન હોય તેની
સ્ટક્ચરલ સ્ટેબીલીટી સર્ટીફીકેટ તપાસવાના રહેશે. કોમન જીડીસીઆર અનુસાર આગના સમયે
નિર્ગમન માર્ગની તપાવાની છે. બિલ્ડીંગની બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી સર્ટીફીકેટની
તપાસ કરવાની રહેશે.
ઇલેકટ્રીકલ અને ફાયર સેફ્ટી તથા સામાન્ય જરૃરતના લેખાજોખા
થશે
નગરપાલિકાના ચીફ ઓફિસરે ગેમિંગ ઝોનમાં કરાયેલી તપાસનો રિપોર્ટ આપ્યા બાદ ચેકલિસ્ટ પ્રમાણે ઇલેકટ્રીકલ સેફ્ટી ફાયર સેફ્ટી અને ગેમિંગ ઝોનમાં સામાન્ય જરૃરતો સંબંધે શું સ્થિતિ છે. તેના લેખાજોખા કરવા માટે પણ ત્રણ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. રિપોર્ટ તૈયાર કરીને સોફ્ટ કોપીમાં તેમજ સહી સિક્કા સાથે પીડીએફ ફોર્મેટમાં આપવા આદેશ આપવામાં આવ્યો છે.