Get The App

આગ બાદ ગુજરાત રિફાઈનરીની કામગીરી રાબેતા મુજબ ચાલુ હોવાનો દાવો

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
આગ બાદ ગુજરાત રિફાઈનરીની કામગીરી રાબેતા મુજબ ચાલુ હોવાનો દાવો 1 - image

વડોદરાઃ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વડોદરા ખાતેની ગુજરાત રિફાઈનરીમાં આજે પ્રચંડ ધડાકા સાથે લાગેલી આગના પગલે ભારે દોડધામ મચી ગઈ હતી અને આસપાસ રહેતા હજારો લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ ઘટના અંગે ગુજરાત રિફાઈનરીના પ્રવક્તાએ કહ્યું હતું કે, ૧૦૦૦ કિલોલીટર એટલે કે દસ લાખ લિટર ક્ષમતા ધરાવતી બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં બપોરના ૩-૩૦ વાગ્યે આગ લાગી હતી.આગ પર કાબૂ મેળવવા માટે કાર્યવાહી ચાલી રહી છે.આગના કારણે જોકે રિફાઈનરીની બીજી કામગીરી પર કોઈ અસર થઈ નથી.અમારી પ્રાથમિકતા કર્મચારીઓ તેમજ આસપાસના લોકોની સલામતીની છે.જોકે આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે, ૧૯૬૫માં રશિયાના સહયોગથી સ્થપાયેલી આ રિફાઈનરીની હાલની ક્ષમતા વર્ષે એક કરોડ બેરલ ક્રુડ ઓઈલનુ પ્રોસેસિંગ કરવાની છે.જેમાંથી  પેટ્રોલ- ડિઝલ અને બીજી પ્રોડકટસ બનાવવામાં આવે છે.રિફાઈરની ક્ષમતા વધારવા પર છેલ્લા દસ વર્ષથી કામ થઈ રહ્યું છે.એક અંદાજ પ્રમાણે દોઢેક વર્ષમાં રિફાઈનરીની ક્રુડ ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા વધીને વાર્ષિક ૧.૭૫ કરોડ બેરલ ઓઈલ થઈ શકે છે.સૂત્રોનું કહેવું છે કે, બ્લાસ્ટ થયા બાદ રિફાઈનરીમાં કામ કરતા હજારો કર્મચારીઓને તાત્કાલિક બહાર મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેના કારણે થોડા સમય માટે રિફાઈનરીની કામગીરી પ્રભાવિત થઈ હતી.એ પછી રિફાઈનરીની બહારના મુખ્ય ગેટની આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.



Google NewsGoogle News