સાયન્સ ફેકલ્ટીમાં આજે સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ઓપન હાઉસ યોજાશે
વડોદરાઃ વિજ્ઞાાનના વિવિધ પાસાઓ અંગે જાણકારી આપવા માટે તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાાન પ્રત્યે રુચિ જગાડવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૪ ફેબુ્રઆરી, શનિવારે જાહેર જનતા તેમજ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ઓપન હાઉસનુ આયોજન કરવામાં આવ્યુ છે.આ વર્ષે ...સાયન્ટિફિક ઈનોવેશન્સ ટુવર્ડસ ડેવલપ ઈન્ડિયા...ની થીમ પર ઓપન હાઉસ યોજાશે.
આ ઓપન હાઉસ સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.ફેકલ્ટીના દરેક વિભાગ દ્વારા એક ચોક્કસ થીમ આધારિત ઈવેન્ટ પણ રજૂ કરાશે.જેમ કે બીસીએ દ્વારા સસ્ટેનેબલ ઈન્ફર્મેશન ટેકનોલોજી, મેથેમેટિક્સ વિભાગ દ્વારા ફન ઈન મેથેમેટિક્સ થીમ પર ઈવેન્ટનુ આયોજન કરાયુ છે.સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજી દ્વારા ઈટ્સ ઓલ એબાઉટ સેલ..વિષય પર , જિઓગ્રાફી વિભાગ દ્વારા એન્વાર્યમેન્ટલ ડેવલપમેન્ટ, ફિઝિક્સ વિભાગ દ્વારા મિસ્ટિકલ ઈમેજિનેશન, કેમેસ્ટ્રી વિભાગ દ્વારા અનવેઈલિંગ ધ સાયન્સ રિએક્શન વિષય પર રસપ્રદ જાણકારી પૂરી પડાશે.
જિઓલોજી વિભાગ દ્વારા જિઓલોજીકલ સાગા, ઝૂલોજી વિભાગ દ્વારા ઈટર્નિટી ઓફ લાઈફ ફોર્મ્સ એ બોટની વિભાગ દ્વારા ફૂડ સસ્ટેનિબિલિટી વિષય પર ઈવેન્ટનુ આયોજન કરાયુ છે.દરેક વિભાગમાં મુલાકાતીઓને વિજ્ઞાાનને લગતી રસપ્રદ જાણકારીઓ વિદ્યાર્થીઓ પૂરી પાડશે.ફેકલ્ટીના દરેક વિભાગમાં વિવિધ પ્રકારનુ ડેકોરેશન પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યુ છે.
ઓપન હાઉસના ભાગરુપે ૨૮ ફેબુ્રઆરીએ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એસે રાઈટિંગ, પોસ્ટર કોમ્પિટિશન, વકતૃત્વ સ્પર્ધા અને ફોટોગ્રાફી સ્પર્ધાનુ પણ આયોજન કરાયુ છે.જેમાં એપ્લાય કરવાની છેલ્લા તારીખ ૨૪ ફેબુ્રઆરી છે.