કોમર્સની રી ઈન્ટરનલ પરીક્ષામાં ચાર પેપરની જગ્યાએ એક જ પેપર સેટ કરાયુ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
કોમર્સની રી ઈન્ટરનલ પરીક્ષામાં ચાર પેપરની જગ્યાએ એક જ પેપર સેટ કરાયુ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાલમાં સેમેસ્ટર ૩ અને સેમેસ્ટર પાંચની રી ઈન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે.

ઈન્ટરનલ પરીક્ષાની જેમ રી ઈન્ટરનલ પરીક્ષા પણ એમસીક્યૂ પધ્ધતિથી લેવાતી હોય છે.એમસીક્યૂ પધ્ધતિમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીના પેપરમાંથી જોઈને જવાબો કોપી કરે તેવી શક્યતા વધારે રહેતી હોવાથી દરેક વિષયના ચાર અલગ અલગ પેપર સેટ કરવામાં આવતા હોય છે.જેના કારણે દરેક વિદ્યાર્થીને નજીકમાં બેસેલા વિદ્યાર્થી કરતા અલગ પેપર મળતુ હોવાથી ગેરરીતિની શક્યતાઓ ઓછી થઈ જાય છે.

જોકે રી ઈન્ટરનલ પરીક્ષામાં આ બાબતનુ ધ્યાન રાખવામાં આવ્યુ નથી.આજે સેમેસ્ટર ૩ અને સેમેસ્ટર પાંચની પરીક્ષામાં એક જ પેપર સેટ કરવામાં આવ્યુ હતુ અને તેના કારણે વિદ્યાર્થીઓને લહેર પડી ગઈ હોવાનુ વિદ્યાર્થી આલમમાં ચર્ચાઈ રહ્યુ હતુ.ગઈકાલે પણ ચારની જગ્યાએ બે પેપર કાઢવામાં આવ્યા હતા.

ફેકલ્ટી સત્તાધીશો કોઈને કોઈ કારણસર ઈન્ટરનલ પરીક્ષા નહીં આપી શકનારા વિદ્યાર્થીઓની રી ઈન્ટરનલ પરીક્ષા લેતા હોય છે.૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાલમાં ચાલી રહેલી રી ઈન્ટરનલ પરીક્ષા આપી રહ્યા છે  અને જો આ જ રીતે રી ઈન્ટરનલ પરીક્ષા લેવાતી રહેશે તો  રી ઈન્ટરનલ પરીક્ષામાં બેસવા માટે ઈન્ટરનલ પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો નવાઈ નહી હોય.

કોમર્સ ફેકલ્ટીમાં દિવાળી વેકેશન પુરુ થતા જ પરીક્ષાનો માહોલ છે.આગામી દિવસોમાં એસવાય અને ટીવાયની રેગ્યુલર એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓ પણ શરુ થવાની છે.


Google NewsGoogle News