Get The App

વડોદરા જિલ્લામાં પૂરથી ખેતીને ફટકો, માત્ર 6218 ખેડૂતોને જ વળતર મળ્યું

૮ તાલુકામાંથી શિનોર તાલુકાની બાદબાકી કરી

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લામાં પૂરથી ખેતીને ફટકો, માત્ર 6218 ખેડૂતોને જ વળતર મળ્યું 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લામાં ચોમાસામાં પૂરને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ચૂકવણી કરી દેવામાં આવી છે.જેને કારણે ખેડૂતોમાં અસંતોષની લાગણી પણ જોવા મળી છે. 

વડોદરા જિલ્લામાં નર્મદા, ઢાઢર,દેવ, જામ્બુવા,મહી સાગર,વિશ્વામિત્રી સહિતની નદીઓના પૂરને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.વડોદરા જિલ્લામાં કરાયેલા સર્વેમાં આઠ તાલુકા માંથી સાત તાલુકામાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી હતી.

જિલ્લાના શિનોર તાલુકામાં પણ ખેતીને મોટું નુકસાન થયું હોવા છતાં નિયમોને કારણે એક પણ ખેડૂતનું નામ યાદીમાં આવ્યું ન હતું. જેને કારણે ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી. 

રાજ્ય સરકારને ખેડૂતોની યાદી મોકલવામાં આવી હતી અને કુલ ૬૨૧૮ ખેડૂતોને રૃ.૧૨.૯૮ કરોડ નું ઓનલાઇન ચુકવણૂ કરી દેવામાં આવ્યું છે.જોકે સરકારી સહાય કરતા નુકસાન અનેક ઘણુ હોવાથી ઘણા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.


Google NewsGoogle News