એમ.એસ.યુનિ. હોસ્ટેલમાં એફવાયના માત્ર ૧૫૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ, આર્ટસ, સાયન્સ સહિતની ફેકલ્ટીઓમાં આ વખતે જીકાસ પોર્ટલ થકી થયેલી પ્રવેશ કામગીરીના કારણે મોટી સંખ્યામાં બહારગામના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે અને તેની સામે હોસ્ટેલમાં બહારગામના વિદ્યાર્થીઓ માટે ૧૫૦૦ જ બેઠકો ફાળવવામાં આવી છે.
યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની કુલ ક્ષમતા એમ પણ ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની છે.આ સંજોગોમાં યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા બહારગામના સેંકડો વિદ્યાર્થીઓને પીજી તરીકે રહેવાનો વારો આવ્યો છે.બહારગામથી ભણવા આવતા ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે સાધારણ પરિવારમાંથી આવે છે.હોસ્ટેલમાં જગ્યાના અભાવે આવા વિદ્યાર્થીઓને બહાર મકાન ભાડે રાખવુ પડશે અને તેમના પરનો નાણાકીય બોજ વધશે.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં જ ૨૦૦૦ કરતા વધારે બહારગામના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.આ સિવાય આર્ટસ અને સાયન્સ, ટેકનોલોજી તેમજ બીજી ફેકલ્ટીઓમાં પ્રવેશ લેનારા બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી મોટી છે
હોસ્ટેલના સૂત્રોનુ કહેવુ છે કે, અત્યારે એફવાયમાં પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલી રહી છે.ફેકલ્ટીઓ જે વિદ્યાર્થીઓનુ લિસ્ટ મોકઆ વખતે બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી કોમર્સ ફેકલ્ટીએ ૨૦૦ કિલોમીટર દૂરથી આવતા, આર્ટસ ફેકલ્ટીએ ૨૫૦ કિલોમીટર દૂરના અને સાયન્સ ફેકલ્ટીએ ૧૫૦ કિલોમીટર દૂરના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે.
અત્યાર સુધીમાં એફવાયમાં કોમર્સના ૩૦૦, સાયન્સના ૨૫૦ અને આર્ટસના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.