Get The App

ઓનલાઇન ઠગોનું કંબોડિયા ઉપરાંત દુબઇ,નેપાળ. મલેશિયા જેવા દેશોમાં મોટું નેટવર્કઃ ભારતીય યુવકોનો ઉપયોગ

ભારતના શિક્ષિતયુવકને નોકરીના નામે બોલાવાય છે, યુવક સપ્લાય કરવા માટે એજન્ટને 2000 ડોલર મળે છે

Updated: May 27th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન ઠગોનું કંબોડિયા ઉપરાંત દુબઇ,નેપાળ. મલેશિયા જેવા દેશોમાં મોટું નેટવર્કઃ ભારતીય યુવકોનો ઉપયોગ 1 - image

વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતી ચાઇનીઝ અને નાઇઝિરિયન સહિતની ગેંગ દ્વારા કરોડો રૃપિયાની આવક રળી લેવા માટે ભારતના યુવકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઓનલાઇન ઠગાઇ કરતા ઠગો કંબોડિયા ઉપરાંત દુબઇ,મલેશિયા,થાઇલેન્ડ, સિંગાપોર,નેપાળ જેવા દેશોમાં અડિંગો હોય છે.ત્યાંની હોટલો કે ભાડાના મકાનોમાં રહી ઓનલાઇન ઠગાઇની બોગસ કંપનીઓ ધરાવતા ઠગો મોટાભાગે ભારતીય યુવકોને નોકરીએ રાખી ભારતમાં જુદીજુદી રીતે લોકોને ફસાવી રૃપિયા ટ્રાન્સફર કરી લેતા હોય છે.

માત્ર ભારતના યુવકો પાસે નોકરી જ નહિં પણ બેન્ક ખાતાની કિટ અને સિમકાર્ડ પણ ભારતમાંથી જ કમિશન આપીને મેળવવામાં આવે છે.વડોદરા સાયબર ક્રાઇમમાં નોંધાયેલી અનેક ફરિયાદોની તપાસ દરમિયાન ઓનલાઇન ઠગાઇનું મૂળ ભારત નજીકના દેશો સુધી પહોંચ્યું હોવાની વિગતો બહાર આવી છે.

વડોદરાની એજન્સી મારફતે કંબોડિયા ગયેલા યુવકને 34 દિવસ ગોંધી રાખ્યો,ખાવાનું ન આપ્યું

ચાઇનીઝ બોસે કહ્યું,2820 ડોલર આપ નહિંતર તને 2000 ડોલરમાં બીજી કંપનીને આપી દઇશ

વડોદરાની એજન્સી મારફતે વિયેતનામ ને બદલે કંબોડિયા સપ્લાય કરાયેલા ઓરિસ્સાના યુવકે કંબોડિયામાં ચાઇનીઝ કંપનીમાં ચિટિંગના કામનો ઇનકાર કરતાં તેને ૩૪ દિવસ સુધી એક રૃમમાં પુરી દીધો હતો.

ઓરિસ્સાના યુવકે કહ્યું છે કે,મને વિયેત નામની ડેલ્ટા કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટરની જોબ માટે લઇ જવાયો હતો.પરંતુ ત્યાંથી સીધો કંબોડિયા લઇ જવાયો હતો અને ત્યાં ચાઇનિઝ કંપનીમાં જોબ અપાવી હતી.આ કંપનીએ પગાર પણ નક્કી કર્યો નહતો અને ભારતીયોને ફ્રેન્ડશિપના નામે ફસાવી ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરવાનું કામ સોંપાયું હતું.જેથી મેં આ કામનો ઇનકાર કર્યો હતો.

યુવકે કહ્યું છે કે,આ વખતે ચાઇનીઝ બોસ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે ૩૪ દિવસ સુધી એક રૃમમાં  પુરી રાખ્યો હતો.મારો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો.મેં ભારત પરત જવાનો આગ્રહ રાખતાં ૨૮૨૦ ડોલર માંગ્યા હતા.જો આરકમ ના આપું તો તે મને ૨૦૦૦ ડોલરમાં બીજી કંપનીને વેચી દેશે તેવી ધમકી આપી હતી.ત્રણ દિવસ સુધી જમવાનું પણ આપ્યું નહતું.

ભારત અને કંબોડિયાના એજન્ટ વચ્ચે પરપ્રાંતીય ક્રિષ્ણા પાઠકની કડીરૃપ ભૂમિકા

ભારત અને કંબોડિયાના એજન્ટ વચ્ચે ક્રિષ્ણા પાઠક નામનો પરપ્રાંતીય એજન્ટ કડીરૃપ હોવાની વિગતો ખૂલી છે.

વડોદરાની યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના એમડી મનિષ હિંગુની સાથે ક્રિષ્ણા પાઠક નામનો એજન્ટ સંપર્કમાં હતો.ક્રિષ્ણા પાઠક જ કંબોડિયાના એજન્ટ વિક્કી સાથે સંપર્કમાં રહી જોબ ના નામે યુવકોને મોકલવાનું સેટિંગ કરતો હતો.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આ પ્રકરણ બાબતે ક્રાઇમ બ્રાન્ચને ક્રિષ્ણા પાઠકને તાકિદે શોધી કાઢવા સૂચના આપી છે.ક્રિષ્ણા પકડાય તો તેની પાસે નેટવર્કનો મોટા રાઝ ખૂલે તેમ મનાય છે.


Google NewsGoogle News