Get The App

સ્ટોક માર્કેટની જાહેરાત જોઇ ફસાયેલા વડોદરાની કંપનીના સંચાલક પાસે ઓનલાઇન ઠગોએ 94 લાખ પડાવ્યા

Updated: May 24th, 2024


Google NewsGoogle News
સ્ટોક માર્કેટની જાહેરાત જોઇ ફસાયેલા વડોદરાની કંપનીના સંચાલક પાસે ઓનલાઇન ઠગોએ 94 લાખ પડાવ્યા 1 - image

વડોદરાઃ સ્ટોક માર્કેટમાં ઉંચા વળતરની ટિપ્સ અંગેની સોશ્યલ મીડિયા પરની જાહેરાતથી  અંજાઇ ગયેલા વડોદરાની કંપનીના સંચાલકે રૃ.૯૪.૭૫ લાખ ગુમાવતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.

તરસાલીના ગોલ્ડસિટીમાં રહેતા અને ગ્લોબલ મેટર્લજિકલ સર્વિસિસ નામની કંપની ધરાવતા અમિતભાઇ મેઘાણીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૯મી ફેબુ્રઆરીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોક માર્કેટની ટિપ્સની જાહેરાત જોઇને મેં વોટ્સએપ ગુ્રપ જોઇન કર્યું હતું.થોડા સમય  બાદ મને બીજા  ગુ્રમમાં એડ કરવામાં આવ્યો હતો.

મને એક એપ ડાઉનલોડ કરાવી હતી અને યુઝર આઇડી-પાસવર્ડ આપીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ત્યારબાદ મને વોટિંગ કરવાના નામે એક સ્કીમ સમજાવવામાં આવી હતી.જેમાં વોટિંગ કરવાથી અઠવાડિયે રૃ.પ હજાર મળે તેમ હતું.મારી પાસે કેવાયસી પણ કરાવવામાં આવ્યું હતું અને આઇપીઓ પણ ભરાવવામાં આવ્યા હતા.

અમિતભાઇએ કહ્યું છે કે,ઓનલાઇન ઠગોએ ટુકડેટુકડે મારી પાસે કુલ રૃ.૯૯.૭૫લાખ ભરાવ્યા હતા.જેની સામે મારા ઓનલાઇન એકાઉન્ટમાં રૃ.૧૯.૧૨ કરોડનો પ્રોફિટ દેખાતો હતો.પરંતુ આ રકમ ઉપાડવાની વાત કરતાં ૧૫ ટકા ટેક્સ ભરવાની વાત કરી રૃપિયાની માંગણી કરવામાં આવતી હતી.ત્યારપછી પણ વારંવાર કોઇને કોઇ કારણસર રૃપિયા માંગવામાં આવતાં મને શંકા પડી હતી.ઠગોએ મને કુલ રૃ.૫ લાખ  પરત કર્યા છે અને  બાકીના રૃ.૯૪.૭૫ લાખ પરત કર્યા નથી.જેથી સાયબર સેલે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News