વડોદરા : રેલવે ટીકીટ કેન્સલ કરાવવા જતાં ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીએ રૂ.1 લાખ પડાવ્યા

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
વડોદરા : રેલવે ટીકીટ કેન્સલ કરાવવા જતાં ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીએ રૂ.1 લાખ પડાવ્યા 1 - image

image : Freepik

વડોદરા,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રેલવેની ટિકિટ કેન્સલ કરાવવા જતા ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગના ચક્કરમાં ફસાઈ રૂ.1લાખ ગુમાવ્યા હતા.

ગોરવાના રાગ ડુપ્લેક્સમાં રહેતા વિદ્યાર્થી તપન વૈધે પોલીસને કહ્યું છે કે, મારે મિત્ર સાથે મનાલી ફરવા જવું હોવાથી એપ્રિલમાં ઈક્સિગો એપ મારફતે ટિકિટ બુક કરાવી હતી. પરંતુ ત્યારબાદ પ્લાન કેન્સલ થતા રિફંડ માટે ઓનલાઇન નંબર મેળવી કાર્યવાહી કરી હતી.

દરમિયાન કસ્ટમર કેર પરથી મારી પાસે એપીકે નામની એક એપ ડાઉનલોડ કરાવી હતી. પરંતુ આ એપની ફાઈલ બ્લેન્ક હતી અને ઠગોએ મારી પાસે બીજી પણ એક એપ ડાઉનલોડ કરાવી હતી. થોડીવારમાં મારા એકાઉન્ટમાં રૂ.900 જમા કરાવવામાં આવ્યા હતા. 

આ વખતે ઠગ ટોળકીના સાગરીતે મને ફોન કરી રૂપિયા જમા થયા છે તે ફ્રોડ ના છે કે કેમ તે જાણવાના નામે વાત કરી હતી. જે દરમિયાન મને મેસેજો મળતા હતા. તપાસ કરતાં પાંચ ટ્રાન્જેક્શન મારફતે ઠગોએ મારા એકાઉન્ટમાંથી એક લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાનું જણાઈ આવ્યું હતું. સાયબર સેલે આ અંગે ગુનો નોંધી તપાસ કરી છે.


Google NewsGoogle News