Get The App

દુઃખદ ઘટના ઝેરી દવાની ખાલી બોટલનું ઢાંકણું મોઢામાં નાંખતા માસૂમ બાળકનું મોત

વેડચ ગામના ખેડૂતના ઘરમાં બે પુત્રીના જન્મ બાદ પુત્રનો જન્મ થયો હતો

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
દુઃખદ ઘટના  ઝેરી દવાની ખાલી બોટલનું ઢાંકણું મોઢામાં નાંખતા માસૂમ બાળકનું મોત 1 - image

વડોદરા, તા.30 પાદરા તાલુકાના સુલતાનપુરા ગામે નાનાના ઘેર માતા સાથે આવેલ એક વર્ષનું માસૂમ બાળક રમતા રમતા પાકમાં છાંટવાની ઝેરી દવાની ખાલી બોટલનું ઢાંકણું મોઢામાં નાંખતા તેને ઝેરની અસર થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથુજીમંદિર પાસે રહેતા ગણપત અમરસંગ જાદવ ખેતી સાથે સંકળાયેલા છે. તેમની પત્નીનું પિયર પાદરા તાલુકાના સુલતાનપુરા ગામે આવેલ છે. ચૈત્ર માસમાં પત્નીના પિયરમાં માતાજીના જવારા માટેનો ધાર્મિક કાર્યક્રમ હોવાથી ગણપતભાઇની પત્ની એક વર્ષના માસૂમ પુત્ર ધનુષસિંહ સાથે છેલ્લા એક અઠવાડિયાથી પિયરમાં આવી હતી.

તા.૨૭ના રોજ સાંજે એક વર્ષનો ધનુષે ઘરમાં રમતાં રમતાં પાકમાં છાંટવાની ઝેરી દવાની ખાલી બોટલનું ઢાંકણું મોઢામાં નાંખી દીધું હતું. દરમિયાન ધનુષને ઝેરની અસર થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં બે દિવસની સારવાર બાદ ગઇકાલે બપોરે તેનું મોત નિપજ્યું હતું. માસૂમ બાળકના મોતને પગલે માતાએ ભારે આક્રંદ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ગણપતભાઇને સંતાનમાં બે પુત્રીના જન્મ બાદ પુત્રરત્નનો જન્મ થયો હતો.




Google NewsGoogle News