દસ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની કેદ
વેપાર કરવા માટે મિત્ર પાસેથી ઉછીના રૃપિયા લીધા હતા : ૧૩.૧૦ લાખ રૃપિયા ચૂકવવા પણ હુકમ કરાયો
ગાંધીનગર : રાંધેજામાં રહેતા યુવાન દ્વારા સેક્ટર ૪માં રહેતા મિત્રને વેપાર કરવા માટે દસ લાખ રૃપિયા હાથ ઉછીના આપવામાં આવ્યા હતા અને જે પેટે પરત આપવામાં આવેલો ચેક રિટર્ન થતા ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરી હતી જેના આધારે કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને વ્યાજ સાથે ૧૩.૧૦ લાખ રૃપિયા ચૂકવવા હુકમ કર્યો હતો.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા રાંધેજામાં
દાદાની ખડકી પાસે રહેતા ચિરાગકુમાર મુકેશભાઈ પટેલનો સેક્ટર ૪બી, પ્લોટ નંબર ૪૦૭-૨
ખાતે રહેતા મેહુલભાઇ દીપકભાઇ પટણી સાથે સંપર્ક એક ફ્ટની લારી ઉપર થયો હતો.
ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતી રહેતી હતી અને મિત્રતા બંધાઈ હતી. દરમિયાનમાં
મેહુલ પટણી દ્વારા ચિરાગભાઈ પાસે વેપાર શરૃ કરવા માટે એક મહિનાના વાયદે ૧૦ લાખ
રૃપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી ચિરાગભાઈ દ્વારા તેને દસ લાખ રૃપિયા આપી
દેવામાં આવ્યા હતા. પરંતુ એક મહિનો વીતી જવા છતાં રૃપિયા પરત નહીં મળતા ચિરાગભાઈએ
ઉઘરાણી શરૃ કરી હતી. આ દરમિયાન મેહુલ દ્વારા તેમને એક ચેક આપવામાં આવ્યો હતો. જે
ચેક બેંકમાં જમા કરાવતા બેલેન્સના અભાવે પરત ફર્યો હતો અને ત્યારબાદ તેમણે નોટિસ
આપીને રૃપિયા માંગ્યા હતા પરંતુ તે મળ્યા નહોતા આખરે તેમણે વકીલ અમૃત જેપાલ મારફતે
ગાંધીનગર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને તેના આધારે વકીલ દ્વારા રીટર્ન ચેક, રીટર્ન મેમો
સહિતના પુરાવા આપ્યા બાદ દલીલોના આધારે કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને ૧૩.૧૦
લાખ રૃપિયા ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.