વડોદરા: ડભોઇ રોડ પર આવાસના મકાનમાંથી 36 હજારના દારૂ સાથે એક ઝડપાયો
Image Source: Freepik
વડોદરા, તા. 13 માર્ચ 2024 બુધવાર
વડોદરા ડભોઇ રોડ પર આવેલા બીએસયુપી આવાસના મકાનમાં પીસીબીની ટીમે દરોડો પાડીને 36 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પીસીબીએ દારૂ અને મુદ્દામાલ સાથે આરોપી કપુરાઇ પોલીસને સુપ્રત કર્યો છે
પીસીબીની ટીમે તાજેતરમાંથી જામ્બુઆ પાસેથી લુધિયાણાથી અમાદાવાદ તરફ લઇ જવાતો 87 લાખનો વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાંથી ઝડપી પાડ્યો હતો. દરમિયાન મંગળવારને 12 માર્ચનાા રોજ પીસીબીનીના હેડ કોન્સ્ટેબલ મુકેશ ભોપાભાઇ તથા કલ્પેશ કરશનભાઇને બાતમી મળી હતી કે ડભોઇ રોડ પર આવેલા બીએસયુપી આવાસના બ્લોક નંબર 2-32માં રહેતો જોસેફ સુનિલ વોલ્ટર વિદેશી દારૂનો ધંધો કરે છે. દારૂના સ્ટોક રાખવા માટે બ્લોક નંબર 2-13 નંબરનું મકાન ભાડે રાખ્યું છે.હાલમાં તેને ભાઇ હાજર છે અને દારૂનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે સ્થળ પરથી જ્યોર્જ સાઇમન્ટ હાઇન્સ મળી આવ્યો હતો. જેથી તેને સાથે મકાનમાં તલાસી લેતા 36 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પીસીબીની ટીમે દારૂ સાથે પકડાયેલા શખ્સની ધરપકડ કરી કપુરાઇ પોલીસને દારૂ સાથે સુપ્રત કરાયો હતો. પકડાયેલા જ્યોર્જ સાયમન્ટ હાઇન્સ ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. તેની સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 8 ગુના નોધાયા છે. તેવી જ રીતે જ્યારે વોન્ટેડ બૂટલેગર જોસેફ સુનિલ વોલ્ટર સામે પણ વિવિધ 6 પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ થયેલા છે.