વડોદરાના કમાટીબાગ પાસેથી લોખંડની સ્ટીક સાથે એક ઝડપાયો

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
વડોદરાના કમાટીબાગ પાસેથી લોખંડની સ્ટીક સાથે એક ઝડપાયો 1 - image

વડોદરા,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કમાટીબાગ ના ગેટ નંબર બે પાસેથી પોલીસે લોખંડની સ્ટીક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની સામે પોલીસના હથિયારબંધીના જાહેર નામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાટલી મળી હતી કે કમાટીબાગના ગેટ નંબર બે પાસે એક શખ લોખંડની ઉભો છે. જેના આધારે સયાજીકન પોલીસે બાતમી મુજબના સ્થળ પર પહોંચી લોખંડની સ્ટીક સાથે ઉભેલા શાહરૂખ ઉર્ફે નટો ઈસ્માઈલખાન પઠાણ(રહે હાથી ખાના ઝુપડપટ્ટી) ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી આ લોખંડની સ્ટીક કબ્જે કરી સામે પોલીસ કમિશનરના હથિયારબંધીના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. શાહરૂખ કયા કારણોસર લોખંડની સ્ટીક પોતાની સાથે લઈને ફરતો હતો તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News