રાતે હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત

અન્ય બાઇક ચાલક ગંભીર હાલતમાં સયાજીમાં સારવાર હેઠળ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
રાતે હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત 1 - image

વડોદરા,હાઇવે પર તરસાલીથી કપુરાઇ ચોકડીની વચ્ચે બે બાઇક વચ્ચે અકસ્માત થતા  એક બાઇક ચાલકને ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક ચાલક સયાજીમાં સારવાર હેઠળ છે.

માંજલપુર અંબે સ્કૂલ પાસે કેશવ ગ્રીન ફ્લેટમાં રહેતા અને સોની કામ કરતા  ૪૫ વર્ષના વિજયકુમાર ડુંગરભાઇ ભીલ મૂળ કચ્છના ગાંધીધામ ખાતે ઉમિયા વિહારના વતની છે. તેમનો પુત્ર માધવ આજવા રોડ લક્ષ્મી ફિલ્મ સિટિમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.ગઇકાલે રાતે માધવ અને તેનો ભાઇ નંદન કામ પરથી છૂટીને ઘરે આવતા હતા. તેઓના પિતાએ ફોન કરીને કહ્યું કે, હું તમને લેવા માટે વાઘોડિયા ચોકડી આવું છું. વિજયભાઇ બાઇક લઇને તરસાલી હાઇવે થઈને વાઘોડિયા ચોકડી આવતા હતા. હાઇવે પર દાવત હોટલ નજીક અન્ય એક બાઇક ચાલકે તેઓની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા.વિજયભાઇને માથામાં  ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે અકસ્માત કરનાર બાઇક ચાલક પણ નજીકના ખાડામાં પડતા તેને પણ ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, વિજયભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર બાઇક ચાલક રાહુલ ફતેસિંહ પઢિયાર ( રહે. પોર ગામ) સારવાર હેઠળ છે. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News