Get The App

હાઇવે પર ભૂંડ આવી જતા કારને અકસ્માત થતા એકનું મોત

કાર ભૂંડ સાથે અથડાઇને નજીકમાં ઉભેલા ટેન્કર સાથે અથડાઇ હતી

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
હાઇવે પર ભૂંડ આવી જતા કારને અકસ્માત થતા એકનું મોત 1 - image

વડોદરા,દુમાડ  હાઇવે પર ભૂંડ સાથે અથડાઇને  કાર નજીકમાં ઉભેલા ટેન્કર સાથે અથડાતા કારમાં સવાર ચાર મિત્રોને ગંભીર ઇજા થઇ હતી. જેમાં કાર ચાલકનું મોત નિપજ્યું છે.

ગોંડલમાં રહેતો હિરેન ભોગીલાલ મીરાણી ગત તા.૧૬મીએ કાર લઇને મિત્રો સેજાદ સુલતાનભાઇ જલવાણી, અંકિત રાજુભાઇ બલોચ તથા નજરૃલહુસેન શેખ રાજકોટથી કામ અર્થે વલસાડના પારડી ખાતે ગયા હતા. કામ પતાવીને સાંજના છ વાગ્યે તેઓ કાર લઇને પરત આવવા નીકળ્યા હતા. હિરેન કાર ચલાવતો હતો. તેની બાજુની સીટ પર સેજાદ બેઠો હતો અને પાછળની સીટ પર અંકિત અને નજરૃલહુસેન બેઠા હતા. સુરત નજીક એક હોટલ પર જમીને તેઓ રાજકોટ જવા નીકળ્યા હતા. દુમાડ ચોકડીથી આણંદ જતા સમયે હાઇવે રોડ પર રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા તેને બચાવવા જતા હિરેને સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડની સાઇડ પર ઉભી રહેલી ટેન્કરમાં અથડાઇ હતી. અકસ્માતના પગલે ચારેય મિત્રો રોડ પર ફંગોળાયા હતા. તેઓને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી  હોસ્પિટલાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે હિરેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.


Google NewsGoogle News