બે બાઇક સામ સામે અથડાતાં ઇજાગ્રસ્ત બે પૈકી એકનું મોત
સાહેબજીના મુવાડા ગામની સીમમાં
પાટનગરમાં ખ રોડ઼ પર દાંડી કુટિર પાસે વહેલી સવારના સમયે પીકઅપ ડાલાએ ટક્કર મારતા રિક્ષાના ચાલક વૃદ્ધનું મૃત્યુ થયું
ગાંધીનગર : ગાંધીનગરના દહેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ગામની સીમમાં ડબલ સવારી બે બાઇક સામ સામે અથડાઇ પડવાના બનાવમાં ચાર લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત બનેલા ગામના દંપતિ પૈકી સારવાર દરમિયાન પતિનું મૃત્યુ થયુ હતું. આ બનાવ સંબંધમાં રખિયાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
અકસ્માત સંબંધે પોલીસ સુત્રોના જણાવવા પ્રમાણે દહેગામના
સાહેબજીના મુવાડા ગામે રહેતા મનહરસિંહ ઝાલ તેમના પત્નીને લઇને ગત બપોરે ભાઠા લેવા
જવા માટે બાઇક પર નીકળ્યા હતાં. જુની મુવાડી પાસે રોડ ક્રોસ કરવા દરમિયાન તેની
સામે આવતું ડબલ સવારી બાઇકે ટક્કર મારી દેતા દંપતી રોડ પર પટકાયુ હતું. જ્યારે
અકસ્મતા સર્જનાર બાઇક ચાલક નવનીત રાઠોડ અને તેની પાછળ બેઠેલા જર્શન રાવળને પણ ઇજાઓ
પહોંચી હતી. તમામને સારવાર માટે રખિયાલ અને બાદમાં દહેગામ સરકારી હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં માથામાં અને મ્હો પર ગંભીર ઇજા પહોંચવૌના પગલે
મનહરસિંહ ઝાલાનું મૃત્યુ થયુ હતું. દરમિયાન પાટનગરમાં ખ રોડ પર દાંડી કુટિરની સામે
મહાત્મા મંદિરના ગેટ પાસે વહેલી સવારે બનેલા અકસ્માતના બનાવમાં પીકઅપ ડાલાના ચાલકે
રી૭ાને ટક્કર માર્યાના પગલે રીક્ષાના ચાલક સેક્ટર ૧૩ પાસે છાપરામાં રહેતા મુળ
વિરમગામના વતની એવા ૬૩ વષય સાબિરહુસેન પુંજાભાઇ સૈયદનું મૃત્યુ થયાનો બનાવ પોલીસ
ચોપડે નોંધાયો હતો. સેક્ટર ૭ પોલીસ દ્વારા આ સંબંધે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી
કરાઇ હતી.