ભઠ્ઠા પાસેથી કોલેરાનો વધુ એક શંકાસ્પદ બાળદર્દી મળી આવ્યોઃસિવિલમાં દાખલ
આરોગ્ય વિભાગના ઉવારસદમાં ધામા
પાણીના સેમ્પલ પોર્ટેબલ હોવાનું સામે આવતા હવે ખાણી-પીણીની લારી-દૂકાનોમાંથી નમૂના તપાસવા ફુડ તંત્રને સુચના
આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ઉવારસદના ઇંટોના
ભઠ્ઠા વિસ્તારમાં રહેતા પરિવારના કિશોરને કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અહીંનો બે
કિલોમીટર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરીને આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી
છે. જે અંતર્ગત દરરોજ સર્વે પણ કરાઇ રહ્યા છે. જેમાં અગાઉ બે શંકાસ્પદ દર્દીઓ મળી
આવ્યા હતા જેમાંથી એક બાળદર્દી તંદુરસ્ત થઇ ગયો છે. તો આગાઉ કોલેરામાં સપડાયેલા
કિશોરાના પરિવારનો પાંચ વર્ષનો બાળકને ઝાડા-ઉલ્ટી થતા સિવિલમાં દાખલ કરીને સારવાર
આપવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે અગાઉ આ અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણીના
સેમ્પલ લઇને તેનું લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા તે તમામ ટેસ્ટ પોઝિટિવ
આવ્યા છે એટલે કે, આ પાણી પિવાનું-પોર્ટેબલ હોવાનું સામે આવ્યું છે. જેથી
અહીંના પાણીથી કોલેરા નહીં થયું હોવાનું સ્પષ્ટ થયું છે. જેથી હવે આ વિસ્તારમાં
આવેલી ખાણી પીણીની લારીઓ તથા દૂકાનોમાંથી સેમ્પલ લઇને તેનું પરિક્ષણ કરવા માટે
મામલતદાર દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ તંત્રને સુચના આપશે.