વડોદરાથી દિલ્હીની વધુ એક ફ્લાઇટ : સપ્તાહમાં પાંચ દિવસ ઉડાન ભરશે

31 માર્ચથી નવી ફ્લાઇટ શરૃ થશે, વડોદરા દિલ્હી વચ્ચે ફ્લાઇટની સંખ્યા પાંચથી વધીને 6 થશે

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
વડોદરાથી દિલ્હીની વધુ એક ફ્લાઇટ : સપ્તાહમાં પાંચ દિવસ ઉડાન ભરશે 1 - image


વડોદરા : વડોદરા-દિલ્હી વચ્ચે વધુ એક ફ્લાઇટની શરૃઆત તા. ૩૧ માર્ચથી થઇ રહી છે. એર ઇન્ડિયા દ્વારા આ ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ચલાવવામાં આવશે.

વડોદરા એરપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ સાંજે પ.૪૦ વાગ્યે દિલ્હીથી આવશે અને સાંજે ૬.૩૦ વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે. સપ્તાહમાં ગુરૃવાર અને શનિવારને છોડીને બાકીના પાંચ દિવસ આ ફ્લાઇટ ઉડાન ભરશે. હાલમાં વડોદરા દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની બે અને ઇન્ડિગોને ૩ મળીને પાંચ ફ્લાઇટ છે. આ નવી ફ્લાઇટ સાથે વડોદરા દિલ્હી વચ્ચે ફ્લાઇટની સંખ્યા વધીને ૬ થઇ જશે. આ ઉપરાંત વડોદરાથી મુંબઇની ૪,પુણેની એક અને હેદ્રાબાદની એક ડાયરેક્ટ ફ્લાઇટ પણ રેગ્યુલર ઉડાન ભરે છે. 


Google NewsGoogle News