ફોરેક્સ ટ્રેડિંગમાં 80 ટકા નફાની વાતમાં ફસાવી 21 લાખ ઠગનાર ગેંગનો સાગરીત પકડાયો

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
ફોરેક્સ ટ્રેડિંગમાં 80 ટકા નફાની વાતમાં ફસાવી 21 લાખ ઠગનાર ગેંગનો સાગરીત પકડાયો 1 - image

વડોદરાઃ ફોરેક્સ ટ્રેડિંગમાં ૮૦ ટકા સુધી નફાની ઓફર કરી ઇન્વેસ્ટર પાસે રૃ.૨૧.૭૧ લાખ ઠગવાના કેસમાં સાયબર સેલે વધુ એક આરોપીને ઝડપી પાડયો છે.

ન્યુ સમા રોડ વિસ્તારની સુંદરવન સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ સુથારને ફોરેક્સ ટ્રેડિંગમાં ૪૦ થી ૮૦ ટકા સુધીનું વળતર આપવાની વાત કરી સુરેશ મૌર્ય નામના ઠગે ફસાવ્યા હતા.તેણે લિન્ક મોકલ્યા બાદ એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૨૧.૭૧ લાખ રકમ મેળવી હતી અને સામે પ્રોફિટ ૭૧ લ ાખ જેટલી રકમ પણ  બતાવી હતી.

પરંતુ નફાની આ રકમ મારાથી ઉપાડી શકાતી નહતી અને સામે પક્ષે વધુ ને વધુ રકમની માંગણી કરવામાં આવતી હોવાથી શંકા ગઇ હતી.જેથી બે મહિના પહેલાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ સુરતના બે ઠગને પકડયા હતા.આ  બનાવમાં પોલીસે બેન્ક એકાઉન્ટ ભાડે લઇ રકમ ટ્રાન્સફર કરવાની ભૂમિકા ભજવનાર ધોરણ-૧૦ સુધી ભણેલા હુનૈન ફિરોજભાઇ ખાંડા (અડાજણ પાટીયા પાસે,સુરત)નું નામ ખૂલ્યું હોવાથી ગઇકાલે તેની પણ ધરપકડ કરવામાં આવી છે.


Google NewsGoogle News