કલોલના પંચવટીમાં ઝૂંપડામાં કાર ઘૂસી જતા એક ઘાયલ
કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ અને આખું ઝૂંપડું તહસ નહસ કરી નાખ્યું
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ
રોડ પાસેના ઝુંપડા માં એક કાર ઘુસી ગઈ હતી કાર નંબર યલ ૧૮ બીપી ૫૪ ૨૨ રોડ
પસાર થઈ રહી હતી ત્યારે તેના ચાલક કે કાબુ
ગુમાવતા કાર રસ્તા ને પાસે આવેલ એક ઝૂંપડામાં ધડાકાભેર ઘુસી ગઈ હતી અને ઝુંપડામાં
રહેતા કલ્પેશભાઈ જવાનભાઈ દંતાણી ઉમર વર્ષ ૨૫
કે જેવો ઝૂંપડામાં સવારના સુમારે આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક કાર
આવી ઘસતા તેમનું ઝૂંપડું પડી ભાગ્યું હતું અને એ કાર એકાએક તેમના પર ચઢી જતા તેમને
શરીરના પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી
ઘાયલ થયેલા શખ્સને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
અકસ્માત બાદ કારનો ચાલક કાર મુકી ભાગી છુટયો હતો અને કાર એકાએક ઝૂંપડાની અંદર
પૂરેપૂરી ઘુસી જતા જોઇ આ દ્રશ્યો જોવા
માટે આસપાસનાં રહીશોનાં ટોળેટોળા ઉમટી પડયા હતા.