Get The App

મધ્યપ્રદેશથી દારૃ ભરીને આવતા ટેમ્પા સાથે એકની ધરપકડ

દારૃની ૮૬૦૦ બોટલો મળી કુલ ૨૬.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ઃ બે ફરાર

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
મધ્યપ્રદેશથી દારૃ ભરીને આવતા ટેમ્પા સાથે એકની ધરપકડ 1 - image

નસવાડી તા.૧૮ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર નાકા પાસે અલીરાજપુર હાઈવે ઉપર પોલીસે આઇસર ટેમ્પોમાં લઇ જવાતા દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો જ્યારે બે ફરાર થઇ ગયા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણીને લઈને મધ્યપ્રદેશથી દારૃ આવી રહ્યો હોવાની એલસીબીને બાતમી મળતા છોટાઉદેપુરના રંગપુરનાકા પાસે અલીરાજપુરરોડ ઉપર વોચ રાખી હતી. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકીને તપાસ હાથ ધરતા દારૃની ૮૬૦૦  બોટલ મળી હતી. 

પોલીસે રૃા.૧૧.૭૦ લાખનો દારૃ તેમજ ટેમ્પો મળી કુલ રૃા.૨૬.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કરી વાહિદ ઉર્ફે ગુડ્ડુ સિરાજ મહંમદ શેખ (રહે.કઠીવાડા બસસ્ટેશન, અલીરાજપુર)ની ધરપકડ કરી પૂછપરછ કરતા  અજ્જુભાઈ સંજુભાઈ અને સુનિલભાઈ માજી સરપંચના નામ ખુલ્યા છે.




Google NewsGoogle News