હરણી એરપોર્ટ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
પાછળથી ટક્કર મારીને ભાગી ગયેલા બાઇક ચાલકની શોધખોળ
વડોદરા,હરણી એરપોર્ટ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થતા એક બાઇક ચાલકને ગંભીર ઇજા થઈ હતી. જ્યારે બીજો બાઇક ચાલક ભાગી છૂટયો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થતા હરણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ફતેપુરા હુજરત પાગા જૂના કલાલ પીઠા રોડ પર રહેતો ૩૮ વર્ષનો શૈશવ વસંતલાલ ગાંધી કારના શો રૃમમાં નોકરી કરે છે. ગત તા. ૨૮ મી એ તે હરણી ગામમાં કામ માટે ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવતા સમયે હરણી એરપોર્ટ રોડ પર પાછળથી આવતી એક બાઇકના ચાલકે તેની બાઇકને ટક્કર મારતા તે રોડ પર ફંગોળાયો હતો. તેને માથામાં ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ગઇકાલે સાંજે તેનું મોત થયું હતું. હરણી પોલીસે અકસ્માત કરીને ભાગી છૂટેલા બાઇક ચાલકની સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.