દેશના તમામ પ્રાણીસંગ્રહાલયોમાં માંસાહારી વન્ય પ્રાણીઓના અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ
માંસાહારી પ્રાણીઓની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી દેશના તમામ પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા માંસાહારી પ્રાણીઓને સપ્તાહમાં એક વખત ઉપવાસ કરાવવામાં આવે છે.
વડોદરા સયાજીબાગમાં નવી લાવવામાં આવેલી વાઘની જોડી સહિત 4 વાઘ, 1 સિંહ અને 3 દીપડા મળીને કુલ 8 માસાહારી પ્રાણી છે. જેઓની પાચન ક્રિયા સારી રહે તે માટે દર ગુરુવારે ખોરાક આપવામાં આવતો નથી એટલે કે ઉપવાસ કરાવવામાં આવે છે.
માનવ જીવનમાં પણ ધાર્મિક કે વૈજ્ઞાનિક રીતે ઉપવાસનું અને રૂ મહત્વ રહેલું છે ત્યારે દેશના તમામ પ્રાણી સંગ્રહાલયમાં માંસાહારી પ્રાણીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે તેઓને અઠવાડિયામાં એક દિવસ માસ પીરસવામાં આવતું નથી અને તેઓને ભૂખ્યા રાખી ઉપવાસ કરાવવાની પ્રથા રહેલી છે.
અઠવાડિયામાં એક વખત પિંજરામાં રહેતા માંસાહારી પ્રાણીઓને પણ ઉપવાસ કરાવવામાં આવે છે. જેમાં વડોદરાના સયાજીબાગ સહિત દેશભરના પ્રાણીસંગ્રહાલયમાં રહેતા વન્ય અને માંસાહારી હોય તેવા પ્રાણીઓને તેઓની પાચનક્રિયા સારી રહે તે માટે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરાવવામાં આવે છે.
વડોદરા સયાજીબાગના ઝૂ ક્યુરેટર પ્રત્યુષ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે માંસાહારી પ્રાણીઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વનમાં રહેતા માસાહારી પ્રાણીઓને રોજ શિકાર મળતો નથી.જેથી અનેક દિવસો સુધી ભૂખ્યા રહેવું પડે છે. અને શિકાર કરવા માટે રાહ જોઈને બેસી રહેવું પડે છે. જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા માંસાહારી પ્રાણીઓને રોજ સમયસર માંસાહારી ખોરાક આપવામાં આવે છે. પ્રાણીસંગ્રહાલયમાં રહેતા માંસાહારી વાઘ, સિંહ અને દીપડાઓને પ્રતિદિન સમયસર માંસાહારી ખોરાક આપવામાં આવતો હોવાથી તેઓના પાચન તંત્રને તકલીફ થવાની શક્યતાઓ રહેતી હોવાથી સપ્તાહમાં એક દિવસ તેઓને ખોરાક આપવામાં આવતો નથી એટલે કે એક દિવસ ઉપવાસ કરાવવામાં આવે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે,તમામ માંસાહારી પ્રાણીઓને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરાવવામાં આવતો નથી. માત્ર બિલાડી જાતિ સાથે સંકળાયેલા અને પ્રાણી સંગ્રહાલયોમાં રહેતા વાઘ, સિંહ અને દીપડા જેવા માંસાહારી પ્રાણીઓને એક દિવસ ખાવાનું નહીં આપી ઉપવાસ કરાવવામાં આવે છે.