Get The App

દહેગામના પાલુન્દ્રા અને કલોલમાંથી કોલેરાના એક-એક કેસ મળી આવ્યાં

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
દહેગામના પાલુન્દ્રા અને કલોલમાંથી કોલેરાના એક-એક કેસ મળી આવ્યાં 1 - image


જિલ્લામાં કોલેરાના દર્દીઓ મળવાનો સિલિસિલો યથાવત્

મહેન્દ્રમીલની ચાલીના વૃધ્ધા તથા પાલુન્દ્રાના ૪૫ વર્ષિય પોઝિટિવ દર્દી પણ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ

ગાંધીનગર :  ઉનાળામાં શરૃ થયેલા પાણીજન્ય કોલેરાના છુટાછવાયા કેસ હજુ પણ યથાવત્ છે. અગાઉ કલોલોના મહેન્દ્ર મીલની ચાલીમાંથી પોઝિટિવ કેસ મળી આવતા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો ત્યારે ગઇકાલે આ ચાલીમાં રહેતા ૬૫ વર્ષિય વૃધ્ધોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલુ જ નહીં, દહેગામના પાલુન્દ્રામાં પણ કોલેરાનો એક પોઝિટિવ મળની આવ્યો છે.

ગાંધીનગરના કલોલ અને દહેગામમાં ચાંદીપુરાથી લઇને કોલેરાના કેસ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. અગાઉ કલોલના મહેન્દ્ર મીલની ચાલી વિસ્તારમાં કોલેરાનો કેસ સામે આવ્યો હતો જેથી અહીં આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તો બીજીબાજુ આ જ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃધ્ધાને ઝાડા ઉલ્ટી સહિતની તકલીફ થતા ગાંધીનગર સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી તે દરમ્યાન તબીબોએ કોલેરાનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે. જેથી આ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી તેજ કરી દેવામાં આવી છે તો બીજીબાજુ દહેગામના પાલુન્દ્રા ગામમાં રહેતા ૪૫ વર્ષિય પુરુષનો કોલેરા રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા આ દર્દીની હિસ્ટ્રી તપાસતા થોડા દિવસ પહેલા આ પોઝિટિવ દર્દીએ ગાંધીનગર સિવિલની મુલાકાત લીધી હતી. તેના પરિવારના કોઇ અન્ય સભ્યને સિવિલમાં દાખલ કર્યા હોવાને કારણે તેમને સિવિલમાં રોકાવું પડયું હતું ત્યાંથી ઘરે આવ્યાના થોડા દિવસમાં ઝાડા ઉલ્ટીની તકલીફ તેમને શરૃ થઇ હતી અને સિવિલમાં દાખલ થઇ ગયા હતા. જ્યાં ટેસ્ટ કરાવતા કોલેરા પોઝિટિવ આવ્યો છે. આ બન્ને પોઝિટિવ કેસને લઇને જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને સર્વેલન્સ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


Google NewsGoogle News