છત્રાલ GIDCમાંથી ગાંજા સાથે એકની ધરપકડ કરાઇ
પાન પાર્લર ઉપર ગાંજાનું વેચાણ થતું હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ
કલોલ : કલોલ તાલુકાના છત્રાલ જીઆઇડીસી માં ગાંધીનગર એસોજી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને પાન પાર્લર માં વેચાણ કરવામાં આવતાં ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી પોલીસે તેની પાસેથી ગાંજો જપ્ત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કડી તાલુકાના ચડાસણા ગામે રહેતો કલ્પેશ ગીરી બાબુ ગિરી
ગોસાઈ કલોલ તાલુકાના છત્રાલ ગામે જીઆઇડીસી માં આવેલ ફેઝ ૩ જય સધી પાન પાર્લરમાં
ગાંજા નું વેચાણ કરે છે તેવી બાતમી
ગાંધીનગર એસોજી પોલીસને મળી હતી તે બાતમીના આધારે ગાંધીનગર એસોજી પોલીસ દ્વારા
દરોડો પાડવામાં આવ્યો હતો અને કલ્પેશ ગીરી બાબુ ગીરી ગોસાઈ ને ૪૨૯ ગ્રામ ગાંજા
સાથે ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે તેની પાસેથી ૪૨૯૦ રૃપિયાની કિંમતનો ગાંજો જપ્ત
કર્યો હતો પોલીસે તેની ધરપકડ કરીને ગાંજા બાબતે પૂછતાછ હાથ ધરી હતી ત્યારે તેણે
પોલીસને જણાવ્યું હતું કે પાનસર ચોકડી કલોલ ખાતે રહેતી બીબીબેન કાસમભાઈ શેખના
ત્યાંથી તે ગાંજો લાવ્યો હતો અને નાની નાની પડીકીઓ બનાવીને છૂટકમાં તેનું વેચાણ કરતો હતો તે
કબુલાતના આધારે પોલીસે બીબીબેન શેખ સામે ગુનો દાખલ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે
કે કલોલ તાલુકા પોલીસને છત્રાલ જીઆઇડીસી માં ગાંજો વેચાય છે તેની ગંધ પણ આવી નથી
પોલીસ ચોકીની નજીકમાં જ આવેલા ફેઝ ત્રણમાં પાન પાર્લર ઉપર ગાંજા નું વેચાણ થતું
હતું તેમ છતાં પોલીસને ખબર પડી ન હતી અને એસઓજીએ દરોડો પાડયો હતો ત્યારે સ્થાનિક
પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થવા પામ્યા છે.