સાંપાની સીમમાં વિદેશી દારૃ સહીત 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
બાયડ -દહેગામ રોડ ઉપર
બાયડથી દહેગામ રોડની બાજુમાંથી આઇસર ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૃ મળી આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર લોકલ કાઇમ બ્રાન્ચે બાયડ -દહેગામ રોડ ઉપર સાંપા ગામની સીમમાં અતિથ ફાયબર કંપનીની પાછળથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૃની નાની મોટી બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
ગાંધીનગર લોકલ કાઇમ બ્રાન્ચના એલ.સી.બી.ના માણસોની અલગ અલગ
ટિમો પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે સાંપા ગામની સીમ અતિથ ફાયબર
કંપનીની પાછળ તથા શિવ કૃપા એગ્રો ફુડસ નામની કંપનીની સામે બાયડ થી દહેગામ રોડની
બાજુમાંથી આઇસર ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી
બોટલો નંગ-૨૪૦૦, પેટીઓ
નંગ - ૧૪૩ કિ.રૃ-૪,૫૯,૧૬૮/- તથા આઇસર
ટ્રક કિ.રૃ.૫,૦૦,૦૦૦/ તથા એક
નોકીયા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૃ-૫૦૦/ તથા રોકડા રૃ.૪૩૦/- તથા આઇસર ટ્રકના વેચાણ
કરારની નકલ મળી કુલ કિ.રૃ.૯,૬૦,૦૯૮/- ના
મુદ્દામાલ સાથે આરોપી બસીરખાન અલીખાન બેલીમ સાંચોર, ઝેડીયાવાસ રાજસ્થાન વાળાને પકડી પાડી પ્રોહીબીશનનો
ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે. અને પકડાયેલ આરોપીએ એક અન્ય નામ આપેલ જેમાં
પ્રિતેશ કલાલને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.