વડોદરાના મકરપુરા ગામમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો
image : Freepik
- મકરપુરા ગામમાં ડીજે લાઇટિંગના ઓર્ડરનું કામ કરવા ગયેલા યુવક પર જૂના ઝઘડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો
વડોદરા,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરામાં મકરપુરા એસટી ડેપો ની પાછળ રામનગરમાં રહેતો હેમરાજ નરેન્દ્રભાઈ રાજપુત ડીજેની લાઇટિંગનો વેપાર કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 19મી તારીખે રાત્રે 11:00 વાગે હું તથા મારા મિત્ર પ્રકાશ ચૌહાણ, અજય રાઠવા, તથા ઉમંગ રાજપુત રેવાંટા સોસાયટી મકરપુરા ગામ ખાતે લાઇટિંગનો ઓર્ડર હોય ગયા હતા અને કામ કરતા હતા. તે દરમિયાન વૈકુંઠધામ સોસાયટીમાં રહેતો સાહિલ પવાર જુના ઝઘડાની અદાવત રાખી મને ગાળો બોલવા લાગ્યો હતો અને મને ત્રણ લાફા મારી દીધા હતા. ત્યારબાદ મને પકડીને સોસાયટીમાં પડેલ લોખંડની જાળીના પિંજરા ઉપર ધક્કો મારતા મને ડાબા પગે હાથે અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી ત્યાં હાજર માણસોએ તેને પકડી લીધો હતો તે સમયે સાહિલ પરવા ધમકી આપતો હતો કે અત્યારે તું તું બચી ગયો છે ફરીથી હું તને જોઈ લઈશ અને ત્યાંથી ભાગી ગયો હતો.