અગાઉ લીધેલા પૈસા બાબતે તકરાર થતા યુવક પર હુમલો

લગ્ન પ્રસંગમાં ભેગા થયેલા સંબંધીઓ વચ્ચે તકરાર

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
અગાઉ લીધેલા પૈસા બાબતે તકરાર થતા યુવક પર હુમલો 1 - image

વડોદરા,અગાઉ લીધેલા  રૃપિયા બાબતે તકરાર થતા ફતેગંજના યુવક પર  હુમલો કરનાર આરોપી  સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફતેગંજ કલ્યાણ નગર વુડાના મકાનમાં રહેતો અયાઝ આસીફભાઇ શેખ સયાજી હોસ્પિટલમાં નોકરી કરે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, કલ્યાણ નગર વુડાના મકાનમાં રહેતા મોહસીન મજીદભાઇ રાઠોડના દીકરાનો લગ્ન પ્રસંગ હોવાથી હું ત્યાં હતો. સવારે પાંચ વાગ્યે અમારા સંબંધી મોહંમદહુસેન ઝાફરભાઇ શેખ પાસેથી અગાઉ લીધેલા પૈસા બાબતે મારે ઉંચા અવાજે વાતચીત થતી હતી. તે દરમિયાન હુસેનનો ભાઇ નદીમે આવીને મારૃં ગળું પકડી લીધું હતું. તેણે મને કોઇ સાધન વડે માર મારી ઇજા  પહોંચાડી હતી. હું સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે  ગયો હતો. પરંતુ, સારવાર કરાવ્યા વગર હું પરત ઘરે આવી ગયો હતો. ત્યાં નદીમ શેખે ફરીથી મારી સાથે ઝઘડો કર્યો હતો.


Google NewsGoogle News