ઉધારમાં લઈ ગયેલા કુર્તીના પૈસાની ઉઘરાણી કરનાર મહિલા પર હુમલો

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
ઉધારમાં લઈ ગયેલા કુર્તીના પૈસાની ઉઘરાણી કરનાર મહિલા પર હુમલો 1 - image


- ઉધારમાં વેચવા માટે લઈ ગયેલા ગારમેન્ટના રૂપિયાની ઉઘરાણી કરતા લેડીસ ટેલર પર હુમલો કરવામાં આવતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે

વડોદરા,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

વડોદરાના તરસાલી સરદનગરમાં રહેતા સાનિયાબેન લેડીઝ ટેલર તરીકે સીવણ કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે સરદ નગર ખાતે રહેતા સુનીતાબેન મારી પાસેથી રૂ.4,000ની કુર્તી વેચાણ કરવા માટે ઉધારમાં લઈ ગયા હતા. ત્યારબાદ હું સવારના વાર પૈસા માગતી હતી પરંતુ તેઓ ગલ્લા તલ્લા કરતા હતા. ગત 20મી તારીખે રાત્રે હું મારા ઘરે જમવાનું બનાવતી હતી મારા સંતાનો પણ ઘરે હતા તે દરમિયાન સુમિતાબેન અને તેમના બે દીકરાઓ દારૂ જેવા કેફી પીણા પીધેલી હાલતમાં અમારા ઘરે આવ્યા હતા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી મારા મારી કરવા લાગ્યા હતા. મારો દીકરો છોડાવવા જતા સુમિતાબેન સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ મારા દીકરાને ધક્કો મારતા તેને કોણી પર ઈજા પહોંચી હતી. સરદનગરમાં રહેતા સંગીતાબેન પણ સુમિતાબેનનો ઉપરાણું મારા દીકરી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મેં 100 નંબર પર કોલ કરતા પોલીસ આવી ગઈ હતી પરંતુ તે પહેલા હુમલાખોરો જતા રહ્યા હતા મારા દીકરાને હાથ પર ફેકચર થયું હતું.


Google NewsGoogle News