Get The App

મંદિરેથી દૂર જઈ ફટાકડા ફોડવાનું કહેતા બે ભાઈઓ પર હુમલો

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
મંદિરેથી દૂર જઈ ફટાકડા ફોડવાનું કહેતા બે ભાઈઓ પર હુમલો 1 - image


કિશનવાડી રોડ ઠેકરનાથ મહાદેવ મંદિર પાસે રહેતા રિક્ષા ડ્રાઇવર ભાવેશ લક્ષ્મણભાઈ વસાવા એ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે નવા વર્ષના રાત્રે 10:30 વાગે હું મારા ઘરે જમી પરવારીને ચાલવા માટે નીકળ્યો હતો હું ઠેકરનાથ સ્મશાન પાસેથી જતો હતો તે દરમિયાન અમારા મહોલ્લામાં રહેતો રાહુલ વસાવા તથા આદિ વસાવા તથા અંકિત વસાવા ઠેકરનાથ મહાદેવ મંદિર ની બાજુમાં ફટાકડા ફોડતા હતા તેથી હું ત્યાં ઉભો રહ્યો હતો અને તેઓને દૂર જઈને ફટાકડા ફોડવાનું જણાવતા રાહુલે ઉશ્કેરાઈ જઈ મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને મને મારતા હું જમીન પર પડી ગયો હતો રાહુલનું ઉપરાણું લઈને અંકિત વસાવા પણ દોડી આવ્યો હતો અને તેના હાથમાં પહેરેલું કડુ મને મારી દેતા મને લોહી નીકળવા લાગ્યું હતું. આદિ વસાવા એ લાકડાના ડંડા વડે મારા જમણા હાથના અંગૂઠા પર મારતા ફેક્ચર થયું હતું મારો ભાઈ દેવેન્દ્ર છોડાવા આવતા તેને પણ આરોપીઓએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News